નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કોંગ્રેસ પાર્ટી અને ચીન (કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના) (સીપીસી) વચ્ચે ઉચ્ચ-સ્તરની માહિતીના આદાનપ્રદાન માટે 2008માં થયેલા કરાર પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
ચીની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે કોંગ્રેસનો કરાર, સુપ્રીમ કોર્ટે ગણાવ્યું આશ્ચર્યજનક - સુપ્રીમ કોર્ટ
કોંગ્રેસ પાર્ટી અને ચીની કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીસી) વચ્ચે કરાર અંગે દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કરાર પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને કેસના તમામ તથ્યોની તપાસ કરવા માટે હાઇકોર્ટમાં પાછા જવા કહ્યું હતું.
સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડેએ કહ્યું કે કાયદામાં કેટલીક બાબતો સંપૂર્ણપણે અલગ છે. એક રાજકીય પક્ષ ચીન સાથેના કરારમાં કેવી રીતે જોડાઇ શકે છે? જો કે, બાદમાં સુપ્રીમ કોર્ટે આ કેસના તમામ તથ્યો પાછા હાઇકોર્ટમાં લઇ જવાનું કહ્યું છે.
સુપ્રીમ કોર્ટ, સવિઓ રોડ્રિગ્સ દ્વારા દાખલ કરેલી અરજી પર સુનાવણી કરી હતી, જેમાં કોંગ્રેસ, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે ચીન સાથેના કરાર અંગે યુએપીએ એક્ટ, 1967 હેઠળ એનઆઈએ અથવા સીબીઆઈ તપાસની માગ કરવામાં આવી હતી, કારણ કે ગુનો યુપીએથી સંબંધિત છે.