ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મેરઠમાં લવજેહાદનો કિસ્સો આવ્યો સામે, આરોપીની કરાઈ ધરપકડ

લવ જેહાદનો મામલો ફરી એક વખત મેરઠમાં સામે આવ્યો છે. જેમાં એક યુવકે ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવીન યુવતીને પોતાના પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું.

મેરઠ
મેરઠ

By

Published : Jun 7, 2020, 7:34 PM IST

ઉત્તરપ્રદેશઃ લવ જેહાદનો મામલો ફરી એક વખત મેરઠમાં સામે આવ્યો છે. જેમાં એક યુવકે ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવીન યુવતીને પોતાના પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું.


આ સમગ્ર મામલો મેરઠના પોલીસ સ્ટેશન મુંડાલી વિસ્તારમાંથી સામે આવ્યો છે, જ્યાં ફેસબુક પર દિનેશ રાવત નામનું નકલી એકાઉન્ટ બનાવીને વસીમ નામના વ્યક્તિએ હાપોરની એક યુવતીને પ્રેમ પ્રેમની જાળમાં ફસાવી હતી. ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચરીને તેને બ્લેકમેલ કરતો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો.

આખરે પીડિત યુવતીએ તેના પરિવારજનોને સંપૂર્ણ ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ પીડિતાના પિતા મુંદાલી પોલીસ મથકે પહોંચ્યા હતા અને આરોપી યુવક વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

જેના પગલે પોલીસે કેસ દાખલ કરીને આરોપીની હાપુરમાંથી ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને આરોપી યુવક પાસેથી બનાવટી આધારકાર્ડ પણ મળી આવ્યું હતું. જેથી આરોપીને વધુ તપાસ કરીને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details