ચેન્નઇઃ ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના દોષી ઠેરવવામાં આવેલા મુરુગન અને નલિનીએ મદ્રાસ હાઇકોર્ટમાં એક અરજી કરી છે. બંનેએ વ્હોટ્સએપ કોલ દ્વારા તેમના સબંધીઓ સાથે વાત કરવાની પરવાનગી માંગી છે.
રાજીવ ગાંધીની હત્યાના આરોપી મુરૂગન અને નલિનીએ હાઈકોર્ટ પાસે વોટ્સએપ કોલ માટે અરજી કરી - Application for WhatsApp call
ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના દોષી ઠેરવવામાં આવેલા અપરાધી મુરુગન અને નલિનીએ મદ્રાસ હાઇકોર્ટમાં એક અરજી કરી છે. બંનેએ વ્હોટ્સએપ કોલ દ્વારા તેમના સબંધીઓ સાથે વાત કરવાની પરવાનગી માગી છે.
રાજીવ ગાંધીની હત્યાના આરોપી મુરૂગન અને નલિનીએ હાઇકોર્ટ પાસે વોટ્સએપ કોલ માટે અરજી કરી
સજા ભોગવી રહેલા મુરુગન અને નલિનીની અરજી પર મદ્રાસ કોર્ટે તમિલનાડુ સરકાર પાસે જવાબ માંગ્યો છે. ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યામાં નલિની અને મુરુગનને દોષી ઠેરવવામાં આવ્યા હતા અને બંને હજી સજા ભોગવી રહ્યા છે. બન્ને વર્ષ 1991 થી જેલમાં છે.
ઉલ્લેખનિય છે કે ચેન્નઇની ચૂંટણી રેલીમાં લિમિરેશન ટાઇગર ઓફ તમિલ ઇલમ(LTTE)ની એક મહિલા આત્મઘાતી બોમ્બરે રાજીવ ગાંધીની હત્યા કરી હતી.