ગુજરાત

gujarat

ETV Bharat / bharat

થાઈલેન્ડી મહિલાની ફ્લાઈટમાં પ્રસુતિ, કોલકાતામાં ઈમરજન્સી લેડિંગ - West Bengal

કોલકાતા: થાઇલેન્ડની એક નાગરિકે મંગળવારે દોહાથી બેંગકોક જતી ફ્લાઇટમાં બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ કોલકાતા એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમજન્સી લેન્ડિગ કરાવી માતા અને બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. હાલ, બાળક અને તેની મા બંને સ્વસ્થ્ય છે.

Thailand
Thailand

By

Published : Feb 4, 2020, 12:32 PM IST

દોહાથી બેંગકોક QR-830ની ફ્લાઇટનું કોલકાતા એરપોર્ટ પર સવારે 03: 09 કલાકે ઈમરજન્સી લેન્ડિગ કરાવવામાં આવ્યું હતું. કારણ કે, મુસાફરી દરમિયાન થાઇલેન્ડની એક નાગરિકે ફ્લાઈટમાં જ બાળકને જન્મ આપ્યો હતો. જેમને વધુ સારવાર માટે હૉસ્પિટલની જરૂર હોવાથી આ નિર્ણય લેવાયો હતો.

મહિલાને કોલકાતાની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલ, મા અને બાળક બંને સુરક્ષિત છે.

ABOUT THE AUTHOR

...view details