મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ 21 મેના રોજ યોજાનારી મહારાષ્ટ્ર રાજ્યની વિધાન પરિષદની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. 21 મેના રોજ મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી યોજાવાની છે.
મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી: ઉદ્ધવ ઠાકરેએ ઉમેદવારી નોંધાવી - ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્ર રાજ્ય વિધાન પરિષદમાં ચૂંટણી માટે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ઉમેદવારી નોંધાવી છે. વિધાન પરિષદના ઉપાધ્યક્ષ નીલમ ગોરહેએ પણ શિવ સેનાના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે.
![મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી: ઉદ્ધવ ઠાકરેએ ઉમેદવારી નોંધાવી Thackeray](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7151540-thumbnail-3x2-uthav.jpg)
Thackeray
ઉલ્લેખનીય છે કે, મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે બિનહરીફ વિધાન પરિષદના સભ્ય તરીકે ચૂંટાઈ આવે તેવી સંભાવના છે. કારણ કે હાલ તેમની સામે કોઈએ ઉમેદવારી નોંધાવી નથી. વિધાન પરિષદના ઉપાધ્યક્ષ નીલમ ગોરહેએ પણ શિવ સેનાના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે.