હૈદરાબાદ: તેલંગાણા વિધાનસભાએ મંગળવારે એક ઠરાવ પસાર કરી પૂર્વ વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવના જન્મ શતાબ્દી નિમિત્તે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન સાથે સન્માન કરવા અને સંસદમાં તેમની પ્રતિમા સ્થાપિત કરવા વિનંતી કરી છે.
નરસિમ્હા રાવને ભારત રત્ન આપવાની માગ, તેલંગાણા વિધાનસભામાં ઠરાવ પાસ
મંગળવારે તેલંગાણા વિધાનસભાએ એક ઠરાવ પસાર કરી પૂર્વ વડાપ્રધાન પી.વી.નરસિમ્હા રાવને તેમના જન્મદિવસે દેશના સર્વોચ્ય નાગરિક સમ્માન ભારત રત્નથી સમ્માનિત કરવાની અપીલ કરી છે. આ સાથે જ સંસદ પરિસરમાં તેમની પ્રતિમા સ્થાપિત કરવાની પણ અપીલ કરવામાં આવી છે.
આ ઠરાવમાં હૈદરાબાદની સેન્ટ્રલ યુનિવર્સિટીનું નામ નરસિમ્હા રાવના નામ પર રાખવાનો પણ આગ્રહ કરવામાં આવ્યો છે. વિપક્ષી કોંગ્રેસ અને ભાજપે આ પ્રસ્તાવને સમર્થન આપ્યું, જ્યારે AIMIMએ ખુદને વિધાનસભા કાર્યવાહીથી દૂર રાખી હતી.
નરસિમ્હા રાવને તેલંગાણાના પ્રિય પુત્ર ગણાવી અને દેશમાં તેમના શ્રેષ્ઠ યોગદાનની પ્રશંસા કરતાં મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવે કહ્યું કે, પૂર્વ વડાપ્રધાનને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં પહેલાથી જ વિલંબ થયો છે અને સંસદના આગામી સત્રમાં આ સન્માનની ઘોષણા યોગ્ય રહેશે.