ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતે કે-૪ સબમરિનથી પ્રક્ષેપિત બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું - બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ

ભારતે ૩૫૦૦ કિમીની લક્ષ્યક્ષમતાવાળી કે-૪ એસએલબીએમ (સબમરિનથી પ્રક્ષેપિત બેલિસ્ટિક મિસાઇલ)નું આંધ્ર પ્રદેશના સમુદ્ર તટે અર્ધડૂબેલ હોડીઓના પૂલ પરથી રવિવારે (૧૯ જાન્યુઆરીએ) સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું અને એવું જણાવાયું છે કે તમામ ટૅક્નિકલ માપદંડોને સંતોષજનક રીતે પૂર્ણ કરાયા હતા. આ અંગે સત્તાવાર કોઈ અખબારી યાદી નથી ત્યારે સરકારી સૂત્રોએ આ કે-૪ની સફળતાની પુષ્ટિ કરી અને ઉમેર્યું કે “ચીની મિસાઇલો કરતાં” આ સીઇપી (ચક્રીય ભૂલ સંભાવના) “ઘણી વધુ આધુનિક” છે.

ભારતે કે-૪ સબમરિનથી પ્રક્ષેપિત બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું
ભારતે કે-૪ સબમરિનથી પ્રક્ષેપિત બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું

By

Published : Jan 22, 2020, 3:07 PM IST

ડીઆરડીઓ (સંરક્ષણ અનુસંધાન અને વિકાસ સંસ્થાન) અને કે-૪ એસએલબીએમના વિકાસ સાથે સંકળાયેલી અન્ય સંસ્થાઓને આ સિદ્ધિ માટે પ્રશંસવી જોઈએ અને સાથે જ કે-૪ની ક્ષમતા વિશે અને થોડું આગળ વધીને, ભારતના જળની અંદર પરમાણુ પ્રતિરોધ અંગે, વધુ પડતા દાવા કરવા પણ મૂર્ખતાપૂર્ણ ગણાશે.

ભારત વૈશ્વિક પરમાણુ શસ્ત્ર ક્લબમાં પ્રવેશ કરનારું તાજું રાષ્ટ્ર છે અને કે-૪ને ટૅક્નિકલ-વ્યૂહાત્મક સંદર્ભમાં મૂકવામાં કેટલાંક ઐતિહાસિક સીમાચિહ્નો ઉપયોગી નિવડી શકે છે. જ્યાં સુધી એસએલબીએમનો પ્રશ્ન છે, અમેરિકા અને રશિયા (જેને પૂર્વ સોવિયેતનો વારસો અને વ્યૂહાત્મક અસ્ક્યામતો મળી છે) તેમના પોતાના સમૂહ (લીગ)માં છે.

શીત યુદ્ધ જ્યારે પરાકાષ્ઠાએ હતું ત્યારે ૧૯૮૦ના દાયકામાં, આ બંને રાષ્ટ્રોએ મજબૂત અને અભેદ્ર એસએસબીએન (પરમાણુ સમર્થિત બેલિસ્ટિક મિસાઇલ વહન કરનારી સબમરીનો) પર એસએલબીએમ મૂકી હતી અને આ મિસાઇલોની મહત્તમ લક્ષ્યક્ષમતા ૧૨,૦૦૦ કિમીની હતી જેમાં સીઇપી ૧૦૦ મીટરની અંદર હોય.

બ્રિટન અને ફ્રાન્સ મધ્યમ પરમાણુ શસ્ત્ર સત્તાઓ ગણાય છે અને જ્યાં સુધી જળની અંદર પ્રતિરોધનો પ્રશ્ન છે ત્યાં સુધી તેઓ અમેરિકાના નેતૃત્વવાળા વ્યૂહાત્મક મોરચાના ભાગ છે. ચીને ઑક્ટોબર ૧૯૬૪માં તેની પરમાણુ શસ્ત્ર ક્ષમતા જાહેર કરી હતી અને તેનું પ્રથમ એસએલબીએમ પરીક્ષણ ઑક્ટોબર ૧૯૮૨માં કર્યું હતું. મિસાઇલનું નામ જેએલ-૧ હતું અને તેની મધ્યમ લક્ષ્યક્ષમતા તે વખતે ૧,૭૦૦ કિમીની હતી.વચ્ચેના દાયકાઓમાં, ચીને તેની સબમરીન ક્ષમતાઓ અને જળની અંદર પ્રતિરોધમાં ઘણાં નાણાં રોક્યાં. નવેમ્બર ૨૦૧૮માં, ચીને લગભગ ૯,૦૦૦ કિમીની લક્ષ્યક્ષમતાવાળી જેએલ-૩નું પરીક્ષણ કર્યું. એમ સમજાય છે કે હોડી (એસએસબીએન)ની સાથે મિસાઇલની જોડી જામી શકે છે અને તેનું પૂર્ણ સંચાલન ૨૦૨૫માં શક્ય મનાય છે.

આ વિશાળ ક્ષેત્રીય અને વૈશ્વિક સંદર્ભમાં જ તેના નવજાત જળની અંદર પરમાણુ પ્રતિરોધ વધારવાના પ્રયાસોને મૂકવા જોઈએ. એ યાદ કરવું જોઈએ કે જળની અંદર વ્યૂહાત્મક ક્ષેત્રમાં ભારતના આગમનની જાહેરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર ૨૦૧૮માં કરી હતી જેમણે ટ્વીટ કર્યું હતું: “ભારતનું ગૌરવ, પરમાણુ સબમરીન આઈએનએસ અરિહંતે તેની પ્રથમ પ્રતિરોધ ચોકી (પેટ્રોલ) સફળતાપૂર્વક પૂર્ણ કરી!” આ ટ્વીટથી ભારત દ્વારા એ વાતની પ્રથમ સત્તાવાર સ્વીકૃતિ મળી હતી કે ભારતે જળની અંદર હવે મધ્યમ પરંતુ વિશ્વસનીય પ્રતિરોધ ક્ષમતા મેળવી લીધી છે.

‘મધ્યમ’ શબ્દ ખોટો નથી મૂકાઈ ગયો, અરિહંત ૭૫૦ કિમીની લક્ષ્યક્ષમતાવાળી મિસાઇલ સાથે સજ્જ છે અને એ દેખીતું છે કે એસએસબીએન શ્રેણીમાં આગામી હોડીને વધુ લાંબી લક્ષ્યક્ષમતાવાળી મિસાઇલની જરૂર પડશે. આ અંતરનો કે-૪ ઉપાય કરવા માગે છે. જ્યારે અરિહંતે તેની પ્રથમ ચોકી પૂર્ણ કરી હતી ત્યારે નૌ સેનાના પૂર્વ વડા અને સીઓએસસી (ચીફ ઑફ સ્ટાફ કમિટી)ના પૂર્વ અધ્યક્ષ ઍડ્મિરલ અરુણ પ્રકાશે અંગૂલિનિર્દેશ કર્યો હતો: “પરમાણુ ત્રિમૂર્તિના ત્રીજા તબક્કા તરીકે, એસએસબીએન શત્રુને પરમાણુ સજ્જ બેલિસ્ટિક મિસાઇલો દ્વારા ખાતરીપૂર્વક પ્રતિકાર દ્વારા પડકાર આપે છે અને આમ કરતી વખતે તે સમુદ્રમાં છુપાયેલી રહે છે અને તેના કારણે તે અભેદ્ય રહે છે.” તે દેશની પરમાણુ પ્રતિકારને મોટી વિશ્વસનીયતા આપે છે. જોકે ભારતીય એસએસબીએનને આંતર્ખંડીય લક્ષ્યક્ષમતાની મિસાઇલની જરૂર પડશે જેથી તેઓ અરબી સમુદ્ર અથવા બંગાળની ખાડીમાંથી તેમના સુરક્ષિત સ્વર્ગમાંથી પ્રતિકૂળ દળો અને વસતિનાં કેન્દ્રોને વિશ્વસનીય રીતે પડકાર આપી શકે.” ૩,૫૦૦ કિમીની લક્ષ્યક્ષમતા સાથે, ૧૯ જાન્યુઆરીએ કે-૪નું પરીક્ષણ નાનું પરંતુ આ દિશામાં નોંધપાત્ર પગલું છે. જળની અંદર સબમરીનમાંથી બેલિસ્ટિક મિસાલઇ દાગવાનું એ વિશ્વમાં કોઈ પણ સેના માટે સૌથી મોટું પડકારજનક સંચાલન કાર્ય કદાચ છે તે સૂચનાને ધ્યાને લાવે છે. ઊંચી કોઠી (ગ્રાઉન્ડ સિલો) પરથી છોડાતી બેલિસ્ટિક મિસાઇલ જેના બે પ્રક્ષેપ પથ (પૃથ્વીનું વાતાવરણ અને બાહ્ય અવકાશ) છે, તેની વિરુદ્ધ એસએલબીએમે ખૂબ જ અલગ-અલગ લાક્ષણિકતાઓ ધરાવતા ત્રણ ક્ષેત્રો બાબતે કામ કરવાનું છે. જ્યારે જળની અંદરથી પ્રક્ષેપિત કરવામાં આવે ત્યારે એસએલબીએમે પહેલાં તો જળના માધ્યમમાંથી મુસાફરી કરવી પડે છે; પછી પૃથ્વીના વાતાવરણમાં પરવલય માર્ગે મુસાફરી કરીને બાહ્ય અવકાશમાં દાખલ થાય છે; હજારો કિમી દૂર જઈને અને અંતિમ લક્ષ્ય પ્રાપ્તિના તબક્કામાં પૃથ્વીના વાતાવરણમાં પુનઃપ્રવેશ કરે છે.

આ બહુ જ જટિલ ટૅક્નૉલૉજિકલ પરાક્રમ છે અને અન્ય અનેક માપદંડોનો પણ મેળ કરવો પડે છે જેમાં ભારે મિસાઇલને દાગવાથી સબમરીનની સ્થિરતા પર પડનારી અસરનો પણ સમાવેશ થાય છે.

કે-૪નું ૧૯ જાન્યુઆરીના રોજ પરીક્ષણ અર્ધડૂબેલ હોડીઓના પૂલ પરથી કરવામાં આવ્યું હતું અને એવી આશા છે કે બીજા તબક્કામાં અરહિંત વર્ગની બીજી હોડી પરથી મિસાઇલનું પરીક્ષણ કરાશે. અન્ય દેશોના અનુભવને ધ્યાનમાં લેતાં, યોગ્ય લક્ષ્યક્ષમતા સાથે એસએલબીએમનો આ સંચાલન દરજ્જો પ્રાપ્ત કરવામાં થોડાં વધુ વર્ષો લાગી શકે છે. ત્યાં સુધી એ નોંધવું વધુ ચોક્કસ રહેશે કે ભારતીય જળની અંદર પ્રતિરોધનું કામ પ્રગતિમાં છે અને રાષ્ટ્રની પૂરતા પ્રમાણમાં ઈચ્છા અને આર્થિક સંસાધનો પૂરાં પાડવાં પડશે જેથી ઈચ્છનીય પ્રમાણમાં વિશ્વસનીયતા પ્રાપ્ત કરી શકાય.

સી ઉદય ભાસ્કર

ABOUT THE AUTHOR

...view details