જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકીઓએ એક સફરજનના વેપારીને ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ હુમલામાં મૃતકના ભાગીદારને ગંભીર ઈજા થઈ છે. તાજેતરમાં જ આંતકીઓએ જમ્મુ-કાશ્મીર બહારથી એક ટ્રક ચાલકની ગોળી મારીને હત્યા કરી હતી.
જમ્મૂ-કાશ્મીરમાં આતંકીઓએ સફરજનના વેપારીની ગોળી મારીને કરી હત્યા - jammu kashmir
શ્રીનગર: શોપિયામાં થયેલા આંતકી હુમલામાં એક સફરજનના વેપારીની હત્યા થઈ ગઈ છે. મૃતકનું નામ ચરણજીત હોવાનું સામે આવી રહ્યું છે. તેમજ જે ગંભીર રીતે ઘાયલ થયો છે તેનું નામ સંજીવ છે.
jammu kashmir
જણાવી દઈએ કે, સોમવારના રોજ શોપિયા જિલ્લાના શિરમાલમાં 2 આતંકીઓને રાજસ્થાન રજિસ્ટર્ડ નંબરના એક ટ્રકનો પીછો કર્યો હતો . જેના બાદ આતંકીઓએ ટ્રક ડ્રાઈવરની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. સમગ્ર ઘટનાની સંપૂર્ણ માહિતી મળવાની હજુ બાકી છે.