નવી દિલ્હી: દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ISISના સંદિગ્ધ આતંકી અબ્દુલ યુસુફ ખાનને આઠ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો છે. યુસુફને ગત રાત્રે એક એન્કાઉન્ટર બાદ દિલ્હીના ધૌલા કૂવા વિસ્તારથી દિલ્હી પોલીસની વિશેષ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા આતંકી પાસેથી 2 IED અને એક પિસ્તોલ જપ્ત કરવામાં આવી હતી.
ધૌલા કૂવાથી પકડાયેલા ISISના સંદિગ્ધ આતંકી યુસુફને આઠ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલાયો - Special Cell of Delhi Police
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ISISના સંદિગ્ધ આતંકી અબ્દુલ યુસુફ ખાનને આઠ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો છે.
![ધૌલા કૂવાથી પકડાયેલા ISISના સંદિગ્ધ આતંકી યુસુફને આઠ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલાયો આતંકી યુસુફને આઠ દિવસના પોલીસ રિમાન્ડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-03:00:31:1598088631-dl-ndl-yusufremand-01-dl10008-22082020134629-2208f-01026-77.jpg)
આતંકી યુસુફને આઠ દિવસના પોલીસ રિમાન્ડ
દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ યુસુફ રામ મંદિરના નિર્માણને લઈને દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં મોટી આતંકી ઘટનાને અંજામ આપવાનો હતો. યુસુફ ઉત્તર પ્રદેશના બલરામપરનો રહેવાસી છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે, યુસુફે અનેક વિસ્તારની રેકી કરી હતી. દિલ્હીના કેટલાક સ્થાનિક લોકો પણ યુસુફને સંસાધનો આપતા હોવાનો પોલીસે દાવો કર્યો છે.