ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પીઓકેમાં આતંકવાદીઓથી ભરેલી પડી છે શીબીરો અને લોંચિંગ પેડ: લેફ્ટનન્ટ જનરલ - પીઓકે

ભારતીય સેનાના ટોચના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ બી.એસ. રાજુના જણાવ્યાં મુજબ પાકિસ્તાન હસ્તકના કાશ્મીર (પીઓકે) માં આતંકીઓની શીબીરો અને ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવા માટે તૈયાર થયેલા લગભગ 15 લોંચિંગ પેડ આતંકવાદીઓથી ભરેલા છે. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે જમ્મુ-કાશ્મીરમાં સૈન્યની કાર્યવાહીને કારણે સતત ઘટી રહેલા આતંકવાદીઓની સંખ્યા વધારવા માટે આ ઉનાળામાં ઘુસણખોરીના પ્રયત્નો વધી શકે છે.

Terrorist camps, launch pads in PoK full
પીઓકેમાં આંતકવાદીઓથી ભરેલી પડી છે શીબીરો અને લોચીંંગ પેડ: લેફ્ટન્ટ જનરલ રાજુ

By

Published : Jun 1, 2020, 2:29 AM IST

નવી દિલ્હી: ભારતીય સેનાના ટોચના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ બી.એસ. રાજુના જણાવ્યાં મુજબ પાકિસ્તાન હસ્તકના કાશ્મીર (પીઓકે) માં આતંકીઓની શીબીરો અને ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવા માટે તૈયાર થયેલા લગભગ 15 લોંચિંગ પેડ આતંકવાદીઓથી ભરેલા છે. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે જમ્મુ-કાશ્મીરમાં સૈન્યની કાર્યવાહીને કારણે સતત ઘટી રહેલા આતંકવાદીઓની સંખ્યા વધારવા માટે આ ઉનાળામાં ઘુસણખોરીના પ્રયત્નો વધી શકે છે.

લેફ્ટનન્ટ જનરલ બગ્ગાવલ્લી સોમશેખર રાજુએ પીટીઆઈને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ખીણમાં આતંકવાદની કમર લગભગ તૂટી ગઇ છે. પાકિસ્તાનને એ હજમ નથી થતું કે કાશ્મીરીઓ શાંતિથી જીવી રહ્યા છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો થયો છે.

ઉલ્લેખનીય છે કે લેફ્ટનન્ટ જનરલ રાજુએ શ્રીનગરમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ 15મી કોર્પનો કમાન 1 માર્ચનાં રોજ સંભાળ્યો હતો.

લેફ્ટનન્ટ જનરલ રાજુએ ઇમેઇલના માધ્યમથી આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “આંતરિક વિસ્તારોમાં કાર્યરત આતંકવાદીઓને માર્યા પછી આતંકવાદનુ મનોબળ તૂટી ગયુ છે. માર્યા ગયેલા આંતકવાદીઓની ભરપાઇ કરવાના હેતુથી અમને ડર છે કે ઉનાળામાં ક્રોસ-બોર્ડરમા ઘુસણખોરીનાં પ્રયાસો વધી શકે છે.

લેફ્ટનન્ટ જનરલે કહ્યું કે પાકિસ્તાન છેલ્લા 30 વર્ષથી ઘુસણખોરોની મદદ કરી રહ્યું છે. પાકિસ્તાની સૈન્ય આતંકવાદી જૂથોમાં ઘુસણખોરી કરવા માટે સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરે છે.

લેફ્ટનન્ટ જનરલે કહ્યું હતું કે, "જો કોઈ હથિયાર ઉપાડે છે અથવા દેશની સાર્વભૌમત્વ પ્રત્યે ખોટો ઇરાદો ધરાવે છે, તો તેની સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે." તેમણે કહ્યું કે સૈન્ય તેના વિવિધ હિસ્સેદારો સાથે કોઈ પણ પ્રકારની કટોકટીનો સામનો કરવા તૈયાર છે અને તે લોકો (આતંકવાદીઓ)નો નાશ કરવાનું ચાલુ રાખશે.

તેમણે વધુમાં કહ્યું, 'જ્યારે આખી દુનિયા કોવિડ -19નો સામનો કરવા માટે એક સાથે આવી રહી છે, ત્યારે પણ પાકિસ્તાન નિયંત્રણ રેખા પર પોતાની નકારાત્મક યોજનાઓને અમલમાં મૂકવામાં વ્યસ્ત છે. સરહદ પર તૈનાત કરાયેલા અમારા સૈનિકો તમામ ઉપકરણોથી સજ્જ છે અને કોઈપણ કાર્યવાહીનો જવાબ આપશે.

ABOUT THE AUTHOR

...view details