ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ફ્રાન્સમાં ચર્ચ પર આતંકી હુમલો, 3ના મોત, PM મોદીએ ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું - ફ્રેન્ચ ચર્ચ

ફ્રાન્સના નીસ શહેરમાં આવેલા એક ચર્ચ પર આતંકી હુમલો થયો છે. રિપોર્ટ્સ અનુસાર આ હુમલામાં 3 લોકોના મોત થયા છે. જોકે, આ અગાઉ ફ્રાન્સમાં આતંકવાદી હુમલો થવા અંગે એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ એલર્ટના થોડા સમય બાદ જ અહીં આતંકી હુમલો થયો હતો. પોલીસે આતંકવાદીની ધરપકડ કરી લીધી છે. ફ્રાન્સમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું.

ફ્રાન્સમાં ચર્ચ પર આતંકી હુમલો, 3ના મોત, PM મોદીએ ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું
ફ્રાન્સમાં ચર્ચ પર આતંકી હુમલો, 3ના મોત, PM મોદીએ ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું

By

Published : Oct 29, 2020, 9:05 PM IST

  • ફ્રાન્સના ચર્ચ પર આતંકવાદી હુમલો
  • પોલીસે હુમલાખોરની કરી ધરપકડ
  • 'અલ્લા હૂ અકબર' કહી હુમલાખોરે મહિલાનું ગળું કાપ્યું
  • આતંકવાદીએ કુલ 3 લોકોની હત્યા કરી

નીસઃ ફ્રાન્સના નીસ શહેરમાં આવેલા એક ચર્ચ પર આતંકી હુમલો થયો છે. રિપોર્ટ્સ મુજબ, આ હુમલામાં 3 લોકોના મોત થયા હોવાના સમાચાર મળ્યા છે. આતંકીએ 'અલ્લા હૂ અકબર'ના સૂત્રોચ્ચાર લગાવતા એક મહિલાનું ગળું પણ કાપી નાખ્યું હતું. આ ઉપરાંત અન્ય 2 લોકોની પણ હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હતા. નીસના મેયર ક્રિશ્ચિયન ઈસ્તોર્સીએ આને એક આતંકવાદી ઘટના કહી છે. તેમણે કહ્યું, પોલીસે હુમલાખોરની ધરપકડ કરી લીધી છે.

વડાપ્રધાને ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યું

આ ઘટના અંગે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું છે.

આતંકવાદીએ 3 લોકોની હત્યા કરી

રિપોર્ટ્સ મુજબ, આ હુમલો નીસના નોટ્રે ડેમ ચર્ચ પર કરવામાં આવ્યો છે. આ હુમલામાં 3 લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે. જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ પણ થયા છે. જાણવા મળી રહ્યું છે કે, હુમલાખોર ચાકુથી લોકો પર હુમલો કરી રહ્યો હતો. તે વખતે આતંકવાદી 'અલ્લા હૂ અકબર'ના સૂત્રોચ્ચાર પણ કરી રહ્યો હતો. જ્યારે પોલીસના સૂત્ર તરફથી મળતી માહિતી અનુસાર, આતંકવાદીએ એક મહિલાનું ગળું કાપી નાખ્યું છે. મહિલાનું ગળુ કાપવાની ઘટનાની પણ ફ્રાન્સના એક નેતાએ પુષ્ટિ કરી છે.

આતંકવાદીઓએ આ હુમલો કર્યોઃ મહિલા અધિકારી

ફ્રાન્સના કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટે માહિતી આપી હતી કે, આ હુમલાની તપાસની જવાબદારી તેમને સોંપવામાં આવી છે. આ સાથે જ હથિયારો સાથે આર્મીના જવાનોએ ચર્ચને ચારે તરફથી ઘેરી લીધું છે અને ફાયર સર્વિસ અને એમ્બુલન્સની ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે. જ્યારે પોલીસે આ અંગે કહ્યું, સવારે થયેલા હુમલા બાદ આતંકવાદીની ધરપકડ કરી લેવામાં આવી છે. મહિલા અધિકારીએ કહ્યું, આતંકવાદીએ એકલાએ આ હુમલો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટના એવા સમયે થઈ છે, જ્યારે ફ્રાન્સમાં આતંકવાદી હુમલા અંગે પહેલાથી જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ ફ્રાન્સની સંસદના લોઅર હાઉસમાં ચાલતી નવી પાબંધીઓ પર ચર્ચા સ્થગિત કરીને પીડિતો માટે મૌન પાળવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details