શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના પંપોરમાં આતંકી હુમલો થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. આ હુમલામાં CRPFના 2 જવાન શહીદ થયા છે, જ્યારે 3 જવાન ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત થયેલા જવાનોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
જમ્મુ કાશ્મીરના પંપોરમાં આતંકી હુમલો, CRPFના 2 જવાન શહીદ - આતંકવાદી
જમ્મુ કાશ્મીરના પંપોરમાં આતંકવાદીઓએ CRPFના કાફલા પર હુમલો કર્યો હતો. જેમાં 2 જવાન શહીદ થયા છે જ્યારે 3 ઈજાગ્રસ્ત થયા છે. આ હુમલા બાદ આતંકવાદીઓ નજીકના વિસ્તારમાં છૂપાઈ ગયા હતા. હાલ સેના દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
![જમ્મુ કાશ્મીરના પંપોરમાં આતંકી હુમલો, CRPFના 2 જવાન શહીદ CRPF personnel](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9057061-thumbnail-3x2-crpf.jpg)
દક્ષીણ કાશ્મીરના પંપોરમાં આતંકવાદીઓએ ફરી એકવાર CRPFના જવાનો પર હુમલો કર્યો છે. પંપોરના કાંધીજલ પુલ પર CRPF 110 બટાલિયન અને જમ્મુ કાશ્મીરના પોલીસ જવાનો રોડ ઓપનિંગ ડ્યુટી પર ફરજ બજાવી રહ્યા હતા. જે દરમિયાન કેટલાક આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો.
આ ગોળીબારમાં CRPFના 2 જવાન શહીદ થયા હતા, જ્યારે 3 જવાન ઈજાગ્રસ્ત થયા હતા. આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા જવાનોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ હુમલા બાદ આતંકવાદીઓ નજીકના વિસ્તારમાં છૂપાઈ ગયા હતા. હાલ સેના દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.