ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરઃ કિશ્તવાડમાં આતંકી હુમલો, એક SPO શહીદ - latest news of jammu and kashmir

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સોમવારે થયેલા આતંકી હુમલામાં એક સ્પેશિયલ પોલીસ ઓફિસર શહીદ થયા છે.

ETV BHARAT
જમ્મુ-કાશ્મીરઃ કિશ્તવાડમાં આતંકી હુમલો, એક SPO શહીદ

By

Published : Apr 14, 2020, 12:24 PM IST

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના એક ગામમાં સોમવારે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જેમાં એક SOP શહીદ થયા છે. આ ઉપરાંત તેમના સાથી ગંભીર રીતે ઘાયલ થયા છે. આતંકવાદી હુમલો કર્યો બાદ બન્નેની બંદૂક લઇને ફરાર થઇ ગયા છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તાંડર ગામમાં બપોરે 1.30 વાગ્યે જ્યારે અધિકારીઓ પેટ્રોલિંગ માટે નીકળ્યા, ત્યારે કુહાળી દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં SOP બાસિત ઈકબાલ શહીદ થયા અને તેમના સાથી વિશાલ સિંહ ગંભીર રીતે ઘાયલ થયા છે. જેથી તેમને સારવાર માટે જમ્મુ ખસેડવામાં આવ્યા છે.

અધિકારીએ જણાવ્યું કે, હુમલો કરનારાની ઓળખ આશિક હુસૈન અને બશારત હુસૈન તરીકે કરવામાં આવી છે. આશિક હુસૈન દુષ્કર્મના કેસનો આરોપી છે અને તેણે કિશ્તવાડની સેન્ટ્રલ જેલમાંથી અદાજે 20 દિવસ પહેલાં જામીન પર છોડવામાં આવ્યો હતો. બન્ને સ્થાનિક નાગરિક છે.

તેમણે જણાવ્યું કે, હુમલામાં કોઈ બીજા વ્યક્તિએ આરોપીની મદદ કરી છે કે નહીં, તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details