દાબલોના મેયર ઔસમાનો જોગોએ કહ્યું કે, “હથિયારબંદ હુમલાખોરોએ કૈથોલિક ચર્ચ પર હુમલો કર્યો હતો. તેમણે લોકો પર ગોળીબાર શરૂ કર્યો હતો.” સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્થાનીય સમયાનુસાર સવારે 9:00 વાગ્યે થયેલા હુમલામાં માર્યા ગયા લોકોમાં ચર્ચના પાદરી પણ સામેલ છે.
લંડનઃ ચર્ચ પર આતંકી હુમલો, પાદરી સહિત 6ના મોત
લંડનઃ બુર્કિનો ફાસોના ઉત્તરી શહેર દાબલોમાં પ્રાર્થનાસભા દરમિયાન એક ચર્ચ પર રવિવારે થયેલા આતંકવાદી હુમલામાં 6 લોકોના મોત થયા હતા.
attack
એક અધિકારીએ કહ્યું કે, આતંકવાદીઓએ આસપાસની દુકાનો અને એક સ્વાસ્થ્ય કેન્દ્રમાં પણ આગ લગાવી હતી. છેલ્લા 5 સપ્તાહમાં બુર્કિનો ફાસોમાં ચર્ચો પર આ ત્રીજો હુમલો છે.