શ્રીનગર: પોલીસે ઈસ્લામિક સ્ટેટ જમ્મુ-કાશ્મીરના મૉડયૂલનો પર્દાફાશ કરી બડગામ જિલ્લામાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો મૉડયૂલ સાથે જોડાયેલા હતા.
આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ, ISના 5 આતંકવાદીઓની ધરપકડ - પોલીસે ઈસ્લામિક સ્ટેટ જમ્મૂ-કાશ્મીરના મૉડયૂલનો પર્દાફાશ કરી બડગામ જિલ્લામાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી
જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં સુરક્ષાદળોએ આતંકી મોડયુલનો પર્દાફાશ કર્યો છે. આતંકીની મદદ કરનાર 5 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર પોલીસને મળેલી બાતમીને આધારે બડગામ જિલ્લામાં આતંકવાદ સાથે જોડાયેલા 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી હથિયાર, વિસ્ફોટક સામગ્રી ઝપ્ત કરી છે.
ઉલ્લીખનીય કે, પકડાયેલા લોકોની ઓળખ શાહનવાઝ અહેમદ વાની, નાસિર અહેમદ વાની, બિલાલ અહેમદ ખાન, ઇરફાન અહેમદ પઠાણ અને અલી મોહમ્મદ ભટ તરીકે થઈ છે. બધા બીડવાહના રહેવાસી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, 'પ્રારંભિક તપાસમાં ખુલાસો થયો છે કે, આ લોકો આતંકવાદી સંગઠન આઈએસજેકે સાથે સંકળાયેલા હતા અને આતંકવાદીઓને આશ્રય અને સાધનો આપવામાં સામેલ હતા. જેમાં બીડવાહ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.