શ્રીનગરઃ સેનાના એક વરિષ્ઠ કમાન્ડરે કહ્યું હતું કે, પાકિસ્તાન હેઠળના કાશ્મીર (POK)માં આતંકી ‘લૉન્ચ પેડ’ આતંકવાદીઓથી ભરેલી છે. તેઓ સંઘર્ષવિરામ ઉલ્લંઘનનો સહારો લઈને ભારતના ઘુસપેઠ પ્રયાસ કરી રહ્યાં છે. જેનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપશે અને દંડાત્મક કાર્યવાહી કરશે.
લેફ્ટનન્ટ જનરલ કંવલજિત સિંહ ઢિલ્લોને વિશ્વાસ છે કે, "આતંકવાદીઓને ઘાટીમાં ઘુસપેઠ કરવવા અને શાંતિમાં ભંગ પાડવામાં પાકિસ્તાન ક્યારેય સફળ નહીં થાય."
ઢિલ્લોએ કાશ્મીરમાં સ્થિત 15મી કોર્પ્સની સ્ટ્રેટેજિક કમાન્ડનો વડા છે. તેમણે કહ્યું હતું કે, "સુરક્ષાદળોને નિર્માતાઓ અને નાગરિક સંસ્થાઓના સલાહકાર સહિત વિવિધ પક્ષના સહકારથી કાશ્મીરમાં શાંતિ સ્થાપી હતી. "
નોંધનીય છે કે, લેફ્ટનન્ટ જનરલ કંવલજિત સિંહ ઢિલ્લોએ તેમના કાર્યકાળ દરમિયાન અનેક પડકારોનો સામનો કર્યો છે. તેઓ 2019માં 14 ફેબ્રુઆરીએ પુલવામા થયેલાં હુમલાના પણ સાક્ષી રહ્યાં છે.
ઢિલ્લોએ પાકિસ્તાન વિશે વાત કરતાં કહ્યું હતું કે," પાકિસ્તાન હેઠળના કાશ્મીરમીરમાં આતંકી શિવિર અને લૉન્ચ પેડમાં ભરેલા છે. જે આપણી ચોકી પર ગોળીબારી કરવાની તૈયારી કરી રહ્યાં છે. પરંતુ અમે તેમને સફળ થવા દઈશું નહીં."
આગળ વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "સંઘર્ષવિરામ ઉલ્લંઘન પર આપણે તેમને જડબાતોડ જવાબ આપીશું. તેમજ જમ્મુ કાશ્મીર પોલીસ, અર્ધસૈનિક દળ અને ગુપ્તચર એજન્સીની મદદથી નિયંત્રણ રેખા અને ક્ષેત્રની ભીતર આતંકવાદને નિષ્ફળ કરવાનો દાયિત્વ નિભાવીશું."