કાશ્મીર ટેરર ફંડિંગ પર NIAનો પ્રહાર, બારામૂલામાં 4 આતંકીઓના ઠેકાણા પર દરોડા - કશ્મીરના બારામૂલા
શ્રીનગર: પોલીસ તથા CRPFની સાથે NIAએ દ્વારા કાશ્મીરના અલગાવવાદી નેતા સજ્જાદ લોનના નજીકના વેપારી આસિફ લોન, તનવીર અહમદ, તારિક અહમદ તથા બિલાલ ભટ્ટના ઘરે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી શ્રીનગર પરિમપોરા ફળ મંડીમાં પણ કરવામાં આવી હતી. આ દરોડા NIA દ્વારા આતંકવાદના ટેરર ફંડિંગની તપાસ અંતર્ગત કરવામાં આવી હતી.
ફાઇલ ફોટો
ટેરર ફંડિંગ બાબતે NIAએ જમ્મુ કશ્મીરની ચાર જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. માહીતી મુજબ NIAની ટીમે ઉત્તરી કાશ્મીરના બારામૂલા જિલ્લામાં 4 વેપારીઓના ઘરે દરોડા પાડ્યા હતા.પોલીસે તથા CRPF અને NIAના અલગાવવાદી નેતા સજ્જાદ લોનના નજીકી આસિફ લોન, તનવીર અહમદ, તારિક અહમદ તથા બિલાલ ભટના ઘરે દરોડા પાડ્યા હતા.જ્યાં મહત્વના દસ્તાવેજો પણ મળી આવ્યા છે.
Last Updated : Jul 28, 2019, 12:03 PM IST