શુક્રવારના દિવસે દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાની શાળા પર આંતકી હુમલો થયો હતો. આંતકીઓએ શાળા પર પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા. જેનાથી શાળા કાર્યાલયને નુકસાન થયું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. ઘટનાની તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આતંકીયોએ કાશ્મીરના શોપિયા જિલ્લાની શાળા પર કર્યો હુમલો - શ્રી નગરમાં આંતકી હુમલો
શ્રીનગરઃ 1 નવેમ્બરના રોજ શુક્રવારે દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાની શાળા પર આતંકી હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. આતંકવાદીઓએ જિલ્લાની એક શાળા પર પેટ્રોલ બોમ્બ ફેકયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.
Jammu kashmir
ઉલ્લેખનીય છે કે,આ શાળામાં ધો-10ની બોર્ડની પરીક્ષામાં એક પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. ત્યારે આગમી પરીક્ષાના દિવસોમાં ફરીથી કોઈ હુમલો ન થાય તે માટે પોલીસ તંત્ર સંતર્ક થયું છે.