આઈઝોલ / સિલ્વર : આસામ-મિઝોરમ સરહદ પર બે રાજ્યોના લોકો વચ્ચે હિંસક અથડામણ બાદ તણાવની સ્થતિ ઉભી થઈ હતી. આ અથડામણમાં કેટલાક લોકો ઘાયલ થયા છે. મિઝોરમના કોલાસિબ જિલ્લા અને આસમના કછાર જિલ્લામાં હિંસક અથડામણ બાદ સ્થતિ નિયંત્રણમાં છે. મિઝોરમ સરકારે વૈરેંગ્ટે અને આસમના લૈલાપુર ગામમાં ભારતીય રિઝર્વ બટાલિયનના કર્મિયોને તૈનાત કરવામાં આવ્યા છે.
મિઝોરમના કોલાસિબ જિલ્લામાં વૈરેંગ્ટે ગામમાંથી નેશનલ હાઈવે 306 પસાર થાય છે. આ હાઈવે આસામને જોડે છે. આસમનું નજીકનું ગામ લૈલાપુર છે. જે કછાર જિલ્લામાં છે. કોલાસિબ જિલ્લાના ડેપ્યુટી કમિશ્નર એચ લાલથલાંગિયાએ મીડિયાને જણાવ્યું કે, શનિવાર રાત્રે મોટી સંખ્યામાં સ્થાનિકો વૈરેન્ગટે એકઠા થયા હતા. ત્યારે ગામના લોકો પર આસમના કેટલાક સ્થાનિકોએ લાઠીચાર્જથી હુમલો કર્યો હતો.