ગુજરાત

gujarat

By

Published : Dec 25, 2019, 6:18 PM IST

ETV Bharat / bharat

તેંડુલકરની સુરક્ષામાં કરાયો ઘટાડો, આ સુરક્ષા આદિત્ય ઠાકરેને મળી

મુંબઇ: વર્લ્ડના મહાન બેટ્સમેન સચીન તેંડુલકરની સુરક્ષાને હટાવી લઇ અને ડાઉન કરી નાખી છે. મહારાષ્ટ્ર સરકારે ધારાસભ્ય આદિત્ય ઠાકરેની z કેટેગરીની સુરક્ષા આપી છે. જે નિર્ણય બુધવારના રોજ એટલે કે આજે લેવામાં આવ્યો હતો.

તેંડુલકરની સુરક્ષા ડાઉન કરાઇ, આદિત્ય ઠાકરેને મળી આ સુરક્ષા
તેંડુલકરની સુરક્ષા ડાઉન કરાઇ, આદિત્ય ઠાકરેને મળી આ સુરક્ષા

મહારાષ્ટ્ર સરકારે કેટેગરીને લઇને થોડા બદલાવ કર્યા હતાં. જેમાં તેંડુલકરની સુરક્ષાને ડાઉન કરી છે અને ધારાસભ્ય ઠાકરેનો Z કેટેગરીની સુરક્ષામાં સમાવેશ કર્યો છે.

આ ઉપરાંત 45 જેટલી હસ્તીઓની સુરક્ષા પર પણ મહારાષ્ટ્ર સરકારે નિર્ણય લીધો હતો. જેમાં લીટલ માસ્ટર સુનીલ ગાવસ્કરના નામનો પણ સમાવેશ થાય છે.

x શ્રેણીની સુરક્ષા ભારતની ચોથા નંબરની સુરક્ષા છે. આ શ્રેણીમાં બે પોલીસ કર્મીઓ તૈનાત હોય છે અને આ સુરક્ષામાં કમાન્ડો તૈનાત હોતા નથી. બે પોલીસ કર્મીઓ હથીયાર સાથે તૈનાત હોય છે.

નોંધનીય છે કે આ પહેલા તેડુલકર પર આતંકી ધમકીને લઇને Z સુરક્ષા આપી હતી જેને હટાવી લેવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details