નવી દિલ્હીઃ દિલ્હીની સાકેત કોર્ટે ગાર્ગી કોલેજમાં છોકરીઓ સાથે દુર્વ્યવહાર કેસના 10 આરોપીઓને જામીન આપ્યા છે. ગત રોજ એટલે કે, 13 ફેબ્રુઆરીએ કોર્ટે આ આરોપીઓને 14 દિવસની કસ્ટડીમાં મોકલ્યા છે.
6 ફેબ્રુઆરીની ઘટના

દક્ષિણ દિલ્હીના હૌજ ખાસ પોલીસ સ્ટેશનમાં ગેરવર્તણૂકનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે આરોપી સામે ભારતીય દંડ સંહિતાની કલમ 452, 354, 509 અને 34 હેઠળ કેસ નોંધ્યો હતો. ગત 6 ફેબ્રુઆરીએ, ગાર્ગી કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન બહારથી કેટલાક લોકોની છેડતી અને દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો.
હાઈકોર્ટ 17 ફેબ્રુઆરીએ સુનાવણી કરશે
નોંધનીય છે કે, 13 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે અરજદાર અને વકીલ મનોહર લાલ શર્માને કહ્યું હતું કે, તમે હાઇકોર્ટમાં જાવ. મનોહર લાલ શર્માએ આ ઘટનાની CBI તપાસની માગ કરી હતી. મનોહર લાલ શર્માએ હાઇકોર્ટમાં અરજી કરી છે, જેના પર હાઈકોર્ટ 17 ફેબ્રુઆરીએ સુનાવણી કરશે.