નવી દિલ્હી: ટેલિકોમ ઉદ્યોગ વિવિધ રાજ્યોના જિલ્લા અને સ્થાનિક અધિકારીઓ સાથે પ્રીપેઇડ રિચાર્જ કેન્દ્રો ખોલવા માટે વાતચીત કરી છે.
મોબાઈલ રિચાર્જ સેન્ટર્સ ખોલવા માટે રાજ્યો સાથે થઈ વાતચીતઃ ટેલિકોમ ઉદ્યોગ - Telecom industry in India
દેશમાં લોકડાઉન છે, ત્યારે ટેલિકોમ ઉદ્યોગ રિચાર્જ સેન્ટર્સ ખોલવા માટે રાજ્યો સાથે વાતચીત કરી રહ્યો છે. સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (સીઓએઆઈ)એ વિવિધ રાજ્યોને પત્ર લખીને રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં જરૂરી સૂચનો આપવા જણાવ્યું છે. જેથી મોબાઇલ રિચાર્જ રિટેલરો પોતાની દુકાનો ખોલી શકે.
ગૃહ મંત્રાલયના તાજેતરના આદેશોને ધ્યાનમાં રાખીને ટેલિકોમ ઉદ્યોગ આશા રાખે છે કે, આ કેન્દ્રો આગામી એક કે બે દિવસમાં ખુલશે. સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (સીઓએઆઈ)એ વિવિધ રાજ્યોને પત્ર લખીને જણાવ્યું છે કે, અમે રાજ્ય/કેન્દ્રશાસિતમાં જરૂરી સૂચનાઓ જાહેર કરી દીધી છે. જેથી મોબાઇલ રિચાર્જ રિટેલરો પોતાની દુકાનો ખોલી શકે.
આવા કેન્દ્રો વિવિધ કર્મચારીઓની હિલચાલ છે. જેમાં પાસ ઇસ્યુ કરવાની પણ વિનંતી કરવામાં આવી છે. સીઓઆઈએ વિવિધ રાજ્યોના મુખ્ય સચિવોને રિચાર્જ સેન્ટરોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પસંદગીના કર્મચારીઓ અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સના ડિસ્ટ્રિબ્યુટરને પાસ ઇસ્યુ કરવા જણાવ્યું છે.