તેલંગણાઃ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ વિશ્વભરમાં લોકપ્રિય છે. ભારતમાં પણ તેના ચાહકોની કમી નથી. આ ચાહકોથી ઉપર છે તેલંગાણાના જનગાંવના એક યુવાન. આ યુવાનનું નામ બુસા ક્રિષ્ના છે. બુસા ક્રિષ્ના ડોનાલ્ડ ટ્રમ્પની ભગવાન જેમ પૂજા કરે છે. તેણે ટ્રમ્પની 6 ફુટ ઊંચી મુર્તિ બનાવી છે. તેઓ રોજ ટ્રમ્પની પૂજા કરે છે, તેમજ દર શુક્રવારે ટ્રમ્પના લાંબા આયુષ્ય માટે ઉપવાસ પણ રાખે છે.
અજબ ટ્રમ્પનો ગજબ ફેન, રોજ ટ્રમ્પની પૂજા કરી શુક્રવારે કરે છે ઉપવાસ - telanganas trump superfan
ડોનાલ્ડ ટ્રમ્પનો ગજબ ફેન તેલંગાણાના જનગાંવ છે, આ ફેને ડોનાલ્ડ ટ્રમ્પની 6 ફુટ ઊંચી મુર્તિ બનાવી છે. આ ફેન રોજ ટ્ર્મ્પની પૂજા કરી શુક્રવારે ટ્રમ્પ ઉપવાસ પણ રાખે છે. આ ફેને ટ્રમ્પને મળવા માટે ભારત સરકારને અપીલ કરી છે. જાણો ગજબ ટ્રમ્પના અજબ ફેનની વાતો...
આ ફેન ઈચ્છા છે કે, ટ્રમ્પની ભારત યાત્રા દરમિયાન તેમની મુલાકાત થાય, આ માટે તેણે ભારત સરકારને અપીલ પણ કરી છે. બુસા ક્રિષ્ના જણાવે છે કે, હું ઈચ્છુ છું કે, ભારત અને અમેરિકાના સંબંધો આવી રીતે હંમેશા મજબૂત રહે. ક્રિષ્નાના મોબાઈલ કવરથી માંડીને વોલપેપર સુધી ટ્રમ્પ જ ટ્રમ્પ છવાયેલા છે.
બુસા ક્રિષ્નાના મિત્ર રમેશ રેડ્ડી જણાવે છે કે, ટ્રમ્પની લગનીને કારણે ક્રિષ્ના ગામમાં ટ્રમ્પના હુલામણા નામથી પ્રખ્યાત છે. તેમજ તેના ઘરને લોકો ટ્રમ્પ હાઉસ કહે છે. ગામ લોકો બુસા ક્રિષ્નાની દિવાનગીનો આદર કરે છે, તેમજ તેના પૂજાપાઠનો ક્યારેય કોઈ વિરોધ કરતું નથી.