ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શિક્ષકોની ભરતી અંગે પુનર્વિચાર અરજી દાખલ કરશે તેલંગણા સરકાર

તેલંગણા સરકાર શિક્ષકોની ભરતી અંગે પુનર્વિચાર અરજી દાખલ કરશે. સુપ્રીમ કોર્ટે આદિજાતિ વિસ્તારોમાં સરકારી હુકમ નંબર 3/2000માં સ્થાનિક આદિજાતિઓ માટે શિક્ષકોની જગ્યાઓ પર અનામતના નિર્ણયને રદ કર્યો હતો.

તેલંગણા સરકાર શિક્ષકોની અનામત અંગે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરશે
તેલંગણા સરકાર શિક્ષકોની અનામત અંગે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરશે

By

Published : Jun 10, 2020, 1:15 PM IST

હૈદરાબાદ: મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવે જાહેરાત કરી હતી કે, રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરશે. સુપ્રીમ કોર્ટે આદિજાતિ વિસ્તારોમાં સરકારી હુકમ નંબર 3/2000 માં સ્થાનિક આદિજાતિઓ માટે શિક્ષકોની જગ્યાઓ પર અનામતના નિર્ણયને રદ કર્યો હતો.

મુખ્યપ્રધાને સંબંધિત અધિકારીઓને કાનૂની અને બંધારણીય જોગવાઈઓનો અભ્યાસ કરવા જણાવ્યું હતું. આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટમાં એક સમીક્ષા અરજી તાત્કાલિક દાખલ કરવા સુચના આપવામાં આવી છે.

મુખ્યપ્રધાન કાર્યાલયએ જણાવ્યુ કે, સરકારના સચિવ કાંથા રાવ અને ધારાસભ્ય અઠારામ સક્કૂએ પ્રગતિ ભવનમાં રાવની મુલાકાત કરી હતી. તેમણે કહ્યુ કે, કોર્ટના આ નિર્ણયથી આદિવાસી સાથે ખુબ જ અન્યાય થશે. આ માટે કાનુની લડાઈ લડવાની જરૂર પડશે.

બંધારણની પાંચમી સૂચિમાં જાહેર કરાયેલા આદિજાતિ વિસ્તારોમાં સ્થાનિક આદિજાતિઓ માટે 100 ટકા શિક્ષક નોકરી માટે સરકારે આદેશ કર્યો હતો. આ મામલે કેટલાક લોકો કોર્ટમાં ગયા હતા અને અનેક સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે સરકારના ઉપરોક્ત આદેશને ફગાવી દીધા હતા.

તેલંગાણા રાષ્ટ્ર સમિતિના ધારાસભ્યોએ મુખ્યપ્રધાનને કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય સ્થાનિક જનજાતિઓ માટે અન્યાયી રહેશે. તેમણે કહ્યું કે 26 મી જાન્યુઆરી, 1950 પહેલાં આરક્ષિત વિસ્તારોમાં વસતા આદિવાસીઓ માટે સો ટકા નોકરીઓ આપવાની વ્યવસ્થા હતી.

ABOUT THE AUTHOR

...view details