ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં ફસાયેલા તેલંગણાના વિદ્યાર્થીઓ યોગ શીખી રહ્યાં છે...

લોકડાઉન લાગુ થયા બાદ મહારાષ્ટ્રમાં ફસાયેલા કૃષિ કોલેજના વિદ્યાર્થીઓનું એક જૂથ નાંદેડ જિલ્લાની એક સંસ્થામાં યોગ શીખી રહ્યું છે. આ તમામ વિદ્યાર્થીઓ તેલંગણાના છે.

Telangana students stuck in Maha learn yoga during lockdown
મહારાષ્ટ્રમાં ફસાયેલા તેલંગણાના વિદ્યાર્થીઓ યોગ શીખી રહ્યાં છે...

By

Published : Apr 6, 2020, 3:30 PM IST

ઓરંગાબાદ: લોકડાઉન લાગુ થયા બાદ મહારાષ્ટ્રમાં ફસાયેલા કૃષિ કોલેજના વિદ્યાર્થીઓનું એક જૂથ નાંદેડ જિલ્લાની એક સંસ્થામાં યોગ શીખી રહ્યું છે. આ તમામ વિદ્યાર્થીઓ તેલંગણાના છે.

ગત્ત મહિનાથી અમલમાં આવેલા 21 દિવસીય દેશવ્યાપી બંધ બાદ મહારાષ્ટ્રના લાતુર જિલ્લાની બે કૃષિ કોલેજોના 29 વિદ્યાર્થીઓએ તેમના વતનમાં પાછા ફરવાનું નક્કી કર્યું હતું. તેઓ 60 કિમી માર્ચના રોજ નાંદેડ પહોંચ્યા હતા, જ્યા જિલ્લા વહીવટીતંત્રની સલાહ લીધી હતી. આ અંગે જિલ્લા અધિકારી અરવિંદ બોલાંગે જણાવ્યું હતું કે, વહીવટીતંત્રએ મહારાષ્ટ્ર-તેલંગણા બોર્ડર પર જિલ્લા મથકની નજીક 14 દિવસ રોકાવાની ગોઠવણ કરી છે.

આ અંગે અધિકારીએ વિદ્યાર્થીઓને શિબિરમાં રહી યોગ શિખવા કહ્યું છે. અહીં આ વિદ્યાર્થીઓ યોગ્ય સમયે નાસ્તો, બપોર અને રાત્રિભોજન લે છે. તેઓ સંસ્થામાં ઉપલબ્ધ ટીવી અને ઇન્ટરનેટ સુવિધાઓ દ્વારા વિશ્વ સાથે જોડાયેલા છે.

ABOUT THE AUTHOR

...view details