ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તેલંગણામાં 31મી સુધી લોકડાઉન લંબાવ્યું, શરતો સાથે જાહેર પરિવહન શરૂ - covid-19 effect

કોરોના વાઇરસના વધી રહેલા સંક્રમણની ચિંતા વચ્ચે તેલંગણા સરકારે સોમવારે નવી માર્ગદર્શિકા સાથે રાજ્યમાં લોકડાઉન 31મે સુધી લંબાવાની જાહેરાત કરી છે. જેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કેટલીક શરતો સાથે જાહેર પરિવહનને મંજૂરી આપવામાં આવશે.

etv bharat
તેલંગાણા સરકાર 31મે સુધી લોકડાઉન લંબાવ્યુ , જાહેર પરિવહન કેટલીક શરતો સાથે શરૂ કરાશે

By

Published : May 18, 2020, 11:20 PM IST

હૈદરાબાદ: તેલંગણા સરકારે સોમવારે જાહેર પરિવહન માટેની શરતી મંજૂરી સહિતની નવી માર્ગદર્શિકા અને છૂટછાટ સાથે રાજ્યમાં COVID-19 લોકડાઉનને 31મે સુધી વધારવાની જાહેરાત કરી છે.

મુખ્ય પ્રધાન કે.ચંદ્રશેખર રાવે આ જાહેરાત કરી હતી અને કેન્દ્રએ રાષ્ટ્રીય લોકડાઉન લંબાવીને એક મહિના પછી અંત સુધી કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા જણાવ્યું હતું. તેમણે અગાઉ જાહેરાત કરી હતી કે 29 મે સુધી રાજ્યમાં લોકડાઉન અમલમાં રહેશે.

રાજ્યના પ્રધાનમંડળની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા રાવે જાહેરાત કરી કે કન્ટેન્ટ ઝોનને બાદ કરતાં રાજ્યના બાકીના ભાગને ગ્રીન ઝોન બનાવશે અને વિસ્તૃત લોકડાઉન માટે વિવિધ છૂટછાટ અને માર્ગદર્શિકા જાહેર કરી હતી. વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, અમુક શરતો સાથે જાહેર પરિવહનની મંજૂરી આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details