ઉલ્લેખનીય છે કે, તમિલસાઈ સૌદરરાજન વેલામ્મલ ગૃપ ઓફ એજ્યુકેશન, મદુરૈ દ્વારા આયોજીત એક સમારોહમાં ભાગ લઈ રહી હતી. આ આયોજનમાં મુખ્ય અતિથિના રુપમાં તેઓએ વિજેતાઓને 'વેલમ્મલ હેલ્થકેયર ઈનોવેશન એવોર્ડર્સ' એનાયત કર્યા હતાં.
'આત્મહત્યાએ સમાધાન નથી': તેલગાંણાના રાજ્યપાલ - tamil nadu news today
તેલગાંણા: મદુરૈમાં એક કાર્યક્રમ દરમિયાન તેલગંણાના ગવર્નર તમિલસાઈ સૌંદરરાજને હાલમાં જ સામે આવેલી આઈઆઈટીયન ફાતિમા લતીફની આત્મહત્યાની ઘટના ઉઠાવી છે. તેમણે કહ્યું કે, પોતાનું જીવન મજબુતી સાથે જીવવું જોઈએ અને આત્મહત્યા જેવું ખોટુ કામ ન કરવું. સાથે તે પણ કહ્યું કે, આત્મહત્યા સ્થાયી સમાધાન નથી અને તમિલનાડુમાં ફરીથી કોઈ આત્મહત્યા ન થવી જોઈએ.
તમિલસાઈ સૌદરરાજને મુખ્ય અતિથિના રુપે સંબોધન કરતા કહ્યું કે, 'હું મોટા રાજકિય પરિવાર સાથે સંબંધિત છું, પરંતુ મને મારા વ્યાવસાયિક જીવનમાં ખુબ અડચણો આવી. મેં સખત મહેનત અને પ્રતિબદ્ધતા સાથે મારી MBBSની ડિગ્રી મેળવી. તેથી જ હું કહી શકું છું કે વિદ્યાર્થીઓએ જીવનનાં પડકારોને આશાવાદી ધોરણે લેવું જોઈએ'
નોંધનીય છે કે, ફાતિમાએ 9 નવેમ્બરે આત્મહત્યા કરી હતી. માનવતા અને વિકાસના વિષયની MAની વિદ્યાર્થીનીએ ધાર્મિક પૂર્વગ્રહ તેમજ ભેદભાવના કારણે હોસ્ટેલના રૂમમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. ફાતિમા ક્લાસમાં ટોપર હતી.