તેલંગાણાઃ દેશમાં ઉત્તર રાજ્યોમાં ભારે વરસાદ અને તબાહી બાદ મેઘરાજાએ દક્ષિણ ભારતમાં મીટ માંડી છે. તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં ધોધમાર વરસાદને કારણે અનેક લોકોના મોત થયા છે અને કરોડોનું નુકસાન થયું છે.
રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાયાં છે અને પૂર જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે. ગુરુવારે મળેલી માહિતી મુજબ સમગ્ર રાજ્યમાં વરસાદ અને વરસાદને કારણે થેયલા હાદસાઓમાં કુલ 50 લોકોના મોત થયા છે.
આ સિવાય આંધ્રપ્રદેશમાં પણ ધોધમાર વરસાદને કારણે 11 લોકોના મોત થયા છે. જ્યારે પુનામાં 4 લોકોના મોત થયા હોવાની શંકા છે. આમ, ત્રણેય રાજ્યોમાં મળી અતિવૃષ્ટીને કારણે કુલ 65 લોકોના મોત થયા હોવાની પુષ્ટી થઈ છે.