હૈદરાબાદ (તેલંગાણા): રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 1,500ની આર્થિક સહાય મેળવવા શુક્રવારે તેલંગાણામાં એક બેન્ક સમક્ષ કતારમાં રાહ જોતા એક મહિલાનું મોત થયું છે.
આ ઘટના કામરેડ્ડી જિલ્લાના રામારેડ્ડી 'મંડલ' (બ્લોક) ના મુખ્ય મથકની છે. જ્યાં તેલંગણા ગ્રામીણા બેન્કમાં કતારમાં ઉભા રહેલી મહિલા અચાનક ઢળી પડી હતી. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પરંતુ માર્ગમાં તેનું મોત થયું હતું. આ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આદિવાસી મહિલાનું મૃત્યુ હૃદય હુમલાના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું.
કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી મોહમ્મદ અલી શબ્બીરે મહિલાની મોત માટે રાજ્ય સરકારને જવાબદાર ગણાવી હતી. તેણે કહ્યું કે, પીડિતા છેલ્લા બે દિવસથી પૈસા માટે બેન્કમાં આવી રહી હતી અને સળગતા તડકા હેઠળ કલાકો સુધી ઉભી હતી.