હૈદરાબાદઃ તેલંગણા વિધાનસભાએ સોમવારે નાગરિકતા સંશોધિત કાયદો (સીએએ), એનપીઆર અને એનઆરસી વિરુદ્ધ એક પ્રસ્તાવ પાસ કર્યો છે. વિધાનસભાએ પ્રસ્તાવમાં કેન્દ્રને ભારતમાં લોકોના એક હિસ્સાની આશંકાને ધ્યાનમાં રાખીને સીએએથી કોઇ પણ ધર્મ અથવા અન્ય દેશનો ઉલ્લેખ હટાવતા તેમાં સંશોધન કરવાની અપીલ કરી છે.
CAA, NPR અને NRC વિરુદ્ધ તેલંગણામાં પ્રસ્તાવ પાસ કરાયો
ડિસેમ્બરમાં નાગરિકતા સંશોધન કાયદાના અસ્તિત્વમાં આવ્યા બાદથી જ ભાજપ અને બિન ભાજપ શાસિત રાજ્યોમાં સીએએને લઇને ટકરાવ ચાલી રહ્યો છે. તેલંગણા વિધાનસભાએ સોમવારે નાગરિકતા સંશોધિત કાયદો (CAA), NPR અને NRC વિરુદ્ધ એક પ્રસ્તાવ પાસ કર્યો છે. વિધાનસભાએ પ્રસ્તાવમાં કેન્દ્રને ભારતમાં લોકોના એક હિસ્સાની આશંકાને ધ્યાનમાં રાખીને સીએએથી કોઇ પણ ધર્મ અથવા અન્ય દેશનો ઉલ્લેખ હટાવતા તેમાં સંશોધન કરવાની અપીલ કરી છે.
મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર દ્ધારા રજૂ કરાયેલા પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે એનપીઆર અને એનઆરસીના પ્રસ્તાવિત પ્રક્રિયાને લઇને ચિંતિત છીએ કારણ કે તેનાથી મોટી સંખ્યામાં લોકો બહાર થઇ શકે છે. પ્રસ્તાવમાં તેલંગણા સરકારને રાજ્યના લોકોને એનપીઆર અને એનઆરસી જેવા કાર્યક્રમોથી સુરક્ષિત રાખવા તમામ જરૂરી પગલા ભરવાની અપીલ કરવામાં આવી છે.
ડિસેમ્બરમાં નાગરિકતા સંશોધન કાયદાના અસ્તિત્વમાં આવ્યા બાદથી જ ભાજપ અને બિન ભાજપ શાસિત રાજ્યોમાં સીએએને લઇને ટકરાવ ચાલી રહ્યો છે. રાજ્યોના વલણ પર કેન્દ્રિય પ્રધાનોનું કહેવું છે કે કેન્દ્રિય કાયદા વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કરીને તેને રોકી શકાય નહીં.
રાજસ્થાન, મધ્યપ્રદેશ, પશ્વિમ બંગાળ, દિલ્હી, અને પંજાબમાં સીએએ વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કર્યો છે. છેલ્લા દિવસોમાં બિહાર વિધાનસભામાં એનઆરસી વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો.