BSFના બરખાસ્ત જવાન તેજબહાદુર યાદવ ફરી એકવાર ચર્ચામાં છે. તેજબહાદુર યાદવે વડાપ્રધાન મોદીના લોકસભા ચૂંટણી જીતવાને ગેરમાન્ય ગણાવતા હાઈકૉર્ટમાં પડકાર આપ્યો છે. તેજબહાદુરની ઉમેદવારી ચૂંટણી પંચ દ્વારા રદ્દ કરવામાં આવી હતી.
તેજબહાદુર યાદવેર કરેલી અરજી વડાપ્રધાન મોદી વિરૂદ્ઘ ચૂંટણી લડનાર તેજબહાદૂર યાદવનું ઉમેદવારી પત્ર ચૂંટણી પંચ દ્વારા રદ્દ કરી દેવાયું હતુ. જેને આધાર ગણઆવતા તેજ બહાદુર યાદવે ઈલ્હાબાદ હાઈકૉર્ટમાં વડાપ્રધાન મોદીનું ઉમેદવારી પત્ર રદ્દ કરવા અપીલ કરી છે. હાઈકૉર્ટે આ અરજીનો સ્વીકાર કર્યો છે.
તેજબહાદુર યાદવેર કરેલી અરજી આ ઘટનામાં તેજબહાદુરે વડાપ્રધાન મોદી સહિત મુખ્ય ચૂંટણીપંચ, જિલ્લા ચૂંટણી અધિકારી, વડાપ્રધાન, ઉમેદવાર મુખ્તાર અંસારી અને ખાનગી ન્યુઝ ચેનલ એબીપી ન્યુઝને પણ પક્ષકાર બનાવવા અપીલ કરી છે. જેનો હાઈકૉર્ટે સ્વીકાર કરી લીધો છે.
તેજબહાદુર યાદવનું કહેવું છે કે મને ખોટી રીતે ચૂંટણી લડવા દીધી નહોતી. અરજીમાં તેમણે પોતાનું ઉમેદવારી પત્ર નિયમ વિરુદ્ઘ રદ્દ કરવામાં આવ્યું હોવાનો આધાર આપ્યો છે. આ ઉપરાંત તેજબહાદુર યાદવે દાવો કર્યો છે કે મોદીજીએ પોતાના ઉમેદવારી પત્રમાં પરિવારની વિગતો આપી નથી. જો અન્ય સાંસદોને તમામ વિગતો ભરવી જરૂરી છે તો તે નિયમ તેમના ઉપર પણ લાગુ પડવો જોઈએય