પટના: બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન વચ્ચે પટનામાં પ્રેસ કોન્ફરન્સ કરી તેજસ્વી યાદવે મુંગેરની ઘટનાને લઈ સવાલો ઉઠાવ્યા છે. તેમણે પોલીસ લાઠીચાર્જનો મુદ્દો ઉઠાવ્યો અને પ્રશાસન પર પ્રહાર કર્યો છે. નીતિશ કુમાર પર પ્રહાર કરતા કહ્યું કે, મુખ્યપ્રધાન જે રાજ્યના ગૃહ પ્રધાન છે, તે શું કરી રહ્યા છે.
તેજસ્વીનો સવાલ
તેજસ્વીએ સવાલ પૂછ્યો કે, નાયબ મુખ્યપ્રધાન સુશીલ મોદીએ આ મામલે ટ્વિટ સિવાય શું કર્યું છે. નેતા પ્રતિપક્ષે કહ્યું કે, તે આ મામલે મુખ્યપ્રધાન નીતિશ કુમાર અને નાયબ મુખ્યપ્રધાન સુશીલ મોદીને પુછવા માંગે છે કે, મુંગેર પોલીસને જનરલ ડાયર બનવાની પરવાનગી કોણે આપી છે.
મુંગેરમાં પોલીસને જનરલ ડાયર બનાવવાની પરવાનગી કોણે આપી 42 સીટ પર ચૂંટણી લડી રહી છે આરજેડી
પ્રથમ તબક્કાનું મતદાન શરૂ છે. 16 જિલ્લાના 71 વિધાનસભા 71 સીટમાંથી તેજસ્વી યાદવના નેતૃત્વવાળુ ગઠબંધન આરજેડી 42 સીટો પર ચૂંટણી લડી રહી છે. જ્યારે તેમના સહયોગી કોંગ્રેસ 21 અને સીપીઆઈ 8 સીટ પર ચૂંટણીના મેદાનમાં છે. નીતિશની આગેવાની વાળી એનડીએ તરફથી જેડીયું 35 સીટો પર ચૂંટણી લડી રહી છે. જ્યારે તેમની સહયોગી ભાજપ 29, જીતનરામ માંઝીની હિન્દુસ્તાન આવામ મોર્ચા 6 અને વીઆઈપી એક સીટ પર ચૂંટણી લડી રહી છે.
બિહારના મુંગેર શહેરના દીનદયાળ ઉપાધ્યાય ચોક પર પ્રતિમા વિસર્જન દરમિયાન પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા.
આ પણ વાંચો