પટના: બિહારના ગોપાલગંજમાં 264 કરોડના ખર્ચ બનાવવામાં આવેલ સત્તરઘાટ પુલ બુધવારે પાણીના દબાણને કારણે તૂટી ગયો હતો. આ મામલે નીતિશ સરકાર પર વિપક્ષના નેતા તેજસ્વી યાદવે વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે, નીતિશજીએ 8 વર્ષમાં 263.47 કરોડના ખર્ચ નિર્માણ પામેલ ગોપાલગંજના સત્તરઘાટ પુલનું 16 જૂનના રોજ ઉદ્ધાટન કર્યું હતું. આજે આ પુલ 29 દિવસ પછી તૂટી ગયો છે. ખબરદાર..! કોઇએ આને નીતિશજીનો ભષ્ટ્રાચાર કહ્યો છે તો? આ તો તેમની સુશાસની મુંહ દિખાઇ છે. એટલાની તો તેમના ઉંદરો દારૂ પી જાય છે.
બિહારમાં પુલનું રાજકારણ, તેજસ્વી યાદવે પુલ તૂટી પડતા નીતિશ સરકાર પર કર્યા આક્ષેપ - રાજ્ય પુલ નિગમ
બિહારમાં ગોપાલગંજની ઘટનાને લઈને વિપક્ષી નેતા તેજસ્વી યાદવે નીતિશ સરકાર પર નિશાન સાધ્યું છે. તેજસ્વીએ ટ્વીટ કરીને લખ્યું કે, 8 વર્ષમાં 26.3.47 કરોડના ખર્ચ બનાવવામાં આવેલ ગોપાલગંજના સત્તરઘાટ પુલનું 16 જૂને નીતિશ જીએ ઉદ્ધાટન કર્યું હતું. આજે 29 દિવસ પછી આ પુલ તૂટી ગયો હતો. આ કેસમાં નીતીશ સરકાર પર વિપક્ષના નેતા તેજસ્વી યાદવે વીડિયો પોસ્ટ કરી હતી.
બુધવારે સવારથી જ અવર-જવર બંધ થઇ ગઇ છે. તેનાથી આજુબાજુના ગામનો સંપર્ક પણ તૂટી ગયો છે. સારણ તટ પર પાણીનો દબાવ પણ વધી ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે, જો તટ પર ખતરો વધશે તો સારણ જિલ્લામાં પાણી પહોંચી જવાની શક્યતા છે. જ્યારે અધિકારીઓની ટીમ પરિસ્થતિનો તાગ મેળવવા ઘટના સ્થળે પહોંચી હતી. રાજ્ય પુલ નિગમની ટીમના લીડર અભય કુમારની ટીમ ત્યાં પહોંચી હતી. તેમણે સ્થિતિનું નિરીક્ષણ કરીને સ્થાનિક અધિકારીઓને આ અંગે નિર્દશ કર્યા હતાં.
16 જૂને મુખ્યપ્રધાન નીતિશ કુમારે આ પુલનું ઉદ્ધાટન કર્યું હતું. એક મહિનામાં જ પુલ તૂટી જતા લોકોની મુશ્કેલી વધી ગઇ છે. અધિકારીઓએ જણાવ્યું કે, પાણીનો પ્રવાહ ઓછો થાય પછી ચારથી પાંચ દિવસમાં આ રસ્તાને અવરજવર માટે યોગ્ય બનાવવામાં આવશે.