દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એકસપ્રેસ 4 ઑક્ટોબર 2009ના રોજ લખનઉથી દિલ્હી સુધીની શરૂ કરવામાં આવી હતી, ત્યારબાદ ખાનગી ટ્રેન 'તેજસ એક્સપ્રેસ' અમદાવાદ-મુંબઇ-અમદાવાદ વચ્ચે શરૂ થવા જઇ રહી છે. જેનું ઉદ્ઘાટન આજે એટલે કે 17 જાન્યુઆરીએ કરવામાં આવશે, ત્યારબાદ 19મીથી આ ટ્રેન રેગ્યુલર શરૂ થશે.
અમદાવાદ-મુંબઇ તેજસ ટ્રેનનું આજે થશે ઉદ્ઘાટન, ટ્રેનમાં મળશે ગુજરાતી ભોજન - indian railway news
મુંબઇ: અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડતી દેશની બીજી ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં ગુજરાતી પહેરવેશનો લુક જોવા મળશે. આ યુનિફોર્મ લખનઉ- નવી દિલ્હી તેજસની હોસ્ટેસ કરતા અલગ હશે. આ ડ્રેસ જાણીતા ફેશન ડિઝાઇનર દ્વારા બનાવવામાં આવ્યો છે. આ સિવાય ટ્રેનમાં ગુજરાતી ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.
tejas
પહેલા દિવસે ટ્રેન હાઉસફૂલ થઈ ગઈ છે, એટલે કે તેની ચેરકાર અને એક્ઝિક્યુટિવ ચેરકારની તમામ સીટ ભરાઈ ગઈ છે. આ ઉપરાંત પેસેન્જર્સે ચા-કોફીની સાથે નાસ્તો અને ભોજન પણ આપવામાં આવશે, જેમાં પેસેન્જર ગુજરાતી અને મહારાષ્ટ્રીયન સ્વાદ માણી શકશે. તેજસ ટ્રેનના લીધે રેલવે 32 ટ્રેનના સમયમાં 5થી 10 મિનિટનો ફેરફાર કરશે.
Last Updated : Jan 17, 2020, 12:27 AM IST