પોલીસે કહ્યું કે, પીડિતા અને તેની 10 વર્ષની બહેન 8 ડિસેમ્બરની રાત્રે પોતાના સંબંધીના ઘરે જઈ રહ્યા હતા. તે સમયે રસ્તો ભુલી જતા આમ તેમ મદદ માટે જોઈ રહી હતીય ત્યારે એક ઑટો રીક્ષા ચાલકે તેને જોઈ અને પોતાના ઘરે લઈ ગયો હતો.
આરોપી તેને નામપલ્લીના એક વિસ્તારમાં લઈ ગયો અને તેને કથિત રૂપથી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ આ હેવાન તેને નવ ડિસેમ્બરે ફલકનુમા રેલવે સ્ટેશન પાસે છોડીને ભાગી ગયો હતો.
કિશોરીએ પોતાના એક સંબંધીને ફોન કર્યો જે બાદ તેને તેના પરિવાર સાથે મુલાકાત કરાઈ હતી. પોલીસે કિશોરીના સંબંધીની ફરીયાદના આધારે બન્ને ભાઈઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
મહત્વનું છે કે, એક તરફ પાડોશી રાજ્ય આંધ્ર પ્રદેશની વિધાનસભામાં દિશા વિધયક પસાર કરવામાં આવી રહ્યું છે જેનો કાયદો કહે છે બલાત્કારીઓને મોતની સજા થશે, તો બીજી તરફ તેલંગાણામાં આવા હેવાનોને જાણે પોલીસ કે સરકારનો કોઈ ડર ન હોય તે રીતે પોતાની હવસનો શિકાર યુવતીઓને બનાવી રહ્યા છે.
દિશા રેપ અને મર્ડર કેસ બાદ પોલીસ દ્વારા આરોપીઓના એન્કાઉન્ટર બાદ પણ આવી ઘટનાઓ પર લગામ નથી લાગી રહી.