ઓરિસ્સા : પોલીસે બુધવારે આ અંગે જણાવ્યું હતું કે, જગત સિંહપુર જિલ્લાની 17 વર્ષીય સગીરાનું તેના પરિવારજનો સાથે ઝગડો થતા તે ઘરથી ભાગી ગઇ હતી. જે બાદ સગીરાએ ઘટના વિશે જણાવ્યું હતું કે, તે ઘરેથી ભાગી હતી તે બાદ કટકમાં OMP સ્કવાયર બસની રાહ જોઇ રહી હતી.
ઓરિસ્સામાં 22 દિવસ સુધી 17 વર્ષીય સગીર સાથે દુષ્કર્મ - દુષ્કર્મના સમાચાર
ઓરિસ્સાની 17 વર્ષીય સગીર સાથે કટક સ્થિત પોલ્ટ્રી ફાર્મમાં 22 દિવસ સુધી દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો. તેનો માતા પિતા સાથે ઝગડો થતા તે ઘર છોડીને ભાગી ગઇ હતી.
એક વ્યક્તિએ તેને મોટરસાયકલ પર ઘરે મુકવાની ઓફર કરી હતી. પીડિતાના કહેવા મુજબ આ શખ્સ તેને ઘરે લઈ જવાને બદલે ચૌલીગંજ વિસ્તારના ગતિરૌતપટના ગામમાં એક પોલ્ટ્રી ફાર્મમાં લઈ ગયો હતો. ત્યાં તેને 22 દિવસ સુધી બંધક બનાવી બે લોકોએ તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.
કટક સિટીના ડેપ્યુટી કમિશ્નર પ્રતીકસિંહે જણાવ્યું કે, જ્યારે સ્થાનિક લોકોએ પોલીસને પરિસરમાં કેટલીક શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે માહિતી આપી ત્યારે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને યુવતીને તેની પકડમાંથી મુક્ત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે પીડિતાને જિલ્લા બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.