હૈદ્રાબાદ: કોવિડ-19 રોગચાળા દરમિયાન લદાયેલા ઘર-વાસ (લોકડાઉન) સાથે વિશ્વ સ્થગિત થઈ ગયું છે. પરિણામે તમામ પ્રણાલીઓ આડેધડ ઊભી રહી ગઈ છે. તેમાં ન્યાય પ્રણાલીનો પણ સમાવેશ થાય છે. અન્ય પ્રણાલીઓની જેમ ન્યાયાલયો વર્તમાન સ્થિતિના કારણે અવરોધોનો સામનો કરી રહ્યાં છે. ટેક્નૉલૉજીના ઉપયોગ દ્વારા તમામ પ્રણાલીઓ તેમના કર્મચારીઓ અને પ્રણાલી પ્રક્રિયાઓને જાળવી રાખવા આકરી મથામણ કરી રહી છે. આ જ રીતે, હવે કાનૂની પ્રણાલી માટે પણ સમય આવી ગયો છે કે તે આગળ આવે અને વર્તમાન નાજુક સ્થિતિનો લાભ ઉઠાવે અને તેમની પ્રક્રિયાઓના અમલમાં નવી શોધોને લઈ ટેક્નૉલૉજીને એક સાધન તરીકે અપનાવે. અસીલ કે ગ્રાહક ન્યાયાલયમાં ભૌતિક હાજરીની જરૂરિયાત જેવાં વિવિધ પગલામાંથી પસાર થયા વગર ન્યાયાલયોમાં કેસ ચલાવવા સમર્થ નિવડશે.
આપણે આ પગલાંઓને અનુકૂળ થાય તે રીતે વ્યવસ્થાને અને પ્રણાલીને ગોઠવવાની આવશ્યકતા છે. દરેક ન્યાયાલયમાં, પરવાનાપ્રાપ્ત વકીલને ઘરે વીડિયો કોન્ફરન્સની સુવિધા હોવી જોઈએ અને તેનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરવા દેવો જોઈએ. વીડિયો કોન્ફરન્સ દ્વારા સાક્ષીને પ્રશ્નો પૂછવાની સંભાવના પણ શોધવી જોઈએ. જો તે શક્ય ન હોય તો ન્યાયાલય એવી ન્યાયાલય વીડિયો કોન્ફરન્સ દ્વાર એવી કાર્યવાહી કરી શકે છે જેમાં સાક્ષીને સાંકળવામાં ન આવતો હોય, જેથી અંતરિયાળ વિસ્તારોમાં રહેતા અસીલોએ ઘર-વાસ દરમિયાન ન્યાયાલયમમાં આવવું ન પડે.
મોટા ભાગની આપાતકાલીન સુનાવણી જેમ કે, ન્યાયાલયોમાં જામીન અરજી વીડિયો કોન્ફરન્સ દ્વારા સાંભળવામાં આવી રહી છે. શારીરિક અંતર જાળવીને વીડિયૉ કૉન્ફરન્સિંગ જેવા પરિવર્તન લાવવા આવશ્યક છે. ન્યાયાલય ખંડોમાં ટોળાં ભેગાં થવાં તે પરંપરાગત છે. આ સમસ્યાનો ઉકેલ દસ્તાવેજ ઇ-ફાઇલ કરીને, લાઇવ વેબપ્રસારણ દ્વારા ન્યાયાલયમાં સુનાવણી દર્શાવીને, સામાન્ય કેસોમાં પુરાવા ઑનલાઇન રેકૉર્ડ કરીને મેળવી શકાય છે. ન્યાયાલયના કર્મચારીગણ, સરકારી વકીલો, વકીલો, પોલીસ અને અરજદારોને ટૅક્નિકલ પ્રશિક્ષણ આપવા જેવી અનેક સમસ્યાઓ સમયે-સમયે ઘણી પડકારરૂપ સાબિત થઈ શકે છે.
ન્યાય પ્રણાલી કોઈ પણ લોકશાહીની કરોડરજ્જૂ હોય છે. જ્યારે પ્રશાસન લોકશાહીને વળગી ન રહેતું હોય અને લોકો/સત્તાનો ચોક્કસ વર્ગ ગેરકાયદે કૃત્યો કરવા લાગે તેવી પરિસ્થિતિઓમાં, એક દેશમાં નાગરિકોની છેવટની આશા ચોક્કસ દેશની ન્યાયિક પ્રણાલીમાં રહેતી હોય છે. આપણો દેશ ત્રિસ્તરીય ન્યાય પ્રણાલીને અનુસરે છે જેમાં પ્રણાલીની અંદર લાખો કેસ ભેગા થઈ ગયા છે. દેશ કાનૂની પ્રણાલીમાં સુધાર માટે તૈયાર થઈ રહ્યો છે તેમ છતાં, આવશ્યક શબ્દ સંબંધિત વ્યક્તિઓનાના કાન સુધી પહોંચી રહ્યો નથી.