જાહેર થયેલી ટીમમાં બેટ્સમેન તરીકે રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, ms ધોની અને દિનેશ કાર્તિકને સામેલ કરવામાં આવ્યા છે, જ્યારે ઓલરાઉન્ડરના તરીકે કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, વિજય શંકર અને હાર્દિક પંડ્યાને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે બોલર્સ તરીકે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, યૂઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવને સામેલ કરવામાં આવ્યાં છે.
વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયા જાહેર, વિરાટ કોહલી કેપ્ટન, આ 3 ગુજરાતીને સ્થાન - BCCI
મુંબઇઃ 30 મેથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થઈ રહેલા વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેર કરવામાં આવી છે. જેમાં ટીમના કેપ્ટન તરીકે વિરાટ કોહલીની પસંદગી કરવામાં આવી છે. આ ટીમમાં 3 ગુજરાતીને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ સામેલ છે.
ડિઝાઇન ફોટો
વિશ્વ કપ-2019ને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમની પંસદગી માટે એમ.એસ.કે પ્રસાદની આગેવાની વાળી પાંચ સદસ્યોની ટીમે પંસદગી કરી છે. જે માટે સમિતિ સોમવારે મુંબઈમાં બેઠક કરી હતીતી. આ બેઠકમાં પંસદગી સમિતિએ 15 ખેલાડીઓની પંસદગી કરી છે. ICC ક્રિકેટ વિશ્વ કપ-2019ની શરૂઆત 30 મેના રોજથી થઈ રહી છે. આ વિશ્વ કપની મેજબાની ઈગ્લેન્ડ અને વેલ્સ કરી રહ્યાં છે.
Last Updated : Apr 15, 2019, 4:07 PM IST