ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાષ્ટ્રપતિ કોવિંદને મળ્યા TDP નેતા, મનરેગા કૌભાંડ અને અન્ય મુદ્દાઓની ચર્ચા કરી - વાયએસઆરસીપી

ટીડીપી સાંસદ આજે ગુરુવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા. ટીડીપીના સાંસદ જયદેવ ગલ્લાએ કહ્યું કે, "વાયએસઆરસીપીની આગેવાનીવાળી આંધ્ર સરકારે એક વર્ષ પૂર્ણ કર્યું છે અને લોકશાહી મૂલ્યોનો વિનાશ થયો છે, કાયદો અને વ્યવસ્થા કથળતી હાલતમાં છે. કાર્યકરો પર હુમલો અને ત્રણ રાજધાનીના મુદ્દા પર અમે રાષ્ટ્રપતિને વિસ્તૃત અહેવાલ આપ્યો છે."

tdp-meets-president-kovind-on-one-year-completion-submits-detailed-report
રાષ્ટ્રપતિ કોવિંદને મળ્યા TDP નેતા, મનરેગા કૌભાંડ અને અન્ય મુદ્દાઓની ચર્ચા કરી

By

Published : Jul 16, 2020, 5:28 PM IST

નવી દિલ્હીઃ તેલુગુ દેશમ પાર્ટી(TDP)ના સાંસદો આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા. તેમણે આંધ્રપ્રદેશ સરકારની મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) કૌભાંડ મામલે અને રાજ્યમાં 13 મહિનાનો અહેવાલ આપવા માટે રાષ્ટ્રપતિને મળ્યા હતા. આ બાબતે રાષ્ટ્રપતિએ ટ્વિટ કરીને કહ્યું કે, 'સાંસદ (રાજ્યસભા) જયદેવ ગલ્લાના નેતૃત્વમાં તેલુગુ દેશમ પાર્ટીનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ ભવન આવ્યું હતું.'

રાષ્ટ્રપતિને વિગતવાર અહેવાલ રજૂ કરતાં, વિપક્ષી પાર્ટીએ રાજ્યમાં કથળતી કાયદો અને વ્યવસ્થા, સામાજિક કાર્યકરો પર હુમલો અને ત્રણ રાજધાનીના મુદ્દાઓ વિશે ઉલ્લેખ કર્યો છે. વિપક્ષે આંધ્રપ્રદેશમાં વધી રહેલી રાજકીય હિંસા વિશે ઉલ્લેખ કર્યો છે.

ટીડીપીના સાંસદ જયદેવ ગલ્લાએ કહ્યું કે, "વાયએસઆરસીપીની આગેવાનીવાળી આંધ્ર સરકારે એક વર્ષ પૂર્ણ કર્યું છે અને લોકશાહી મૂલ્યોનો વિનાશ થયો છે, કાયદો અને વ્યવસ્થા કથળતી હાલતમાં છે, કાર્યકરો પર હુમલો અને ત્રણ રાજધાનીના મુદ્દા પર અમે રાષ્ટ્રપતિને વિસ્તૃત અહેવાલ આપ્યો છે."

ટીડીપીના વડા એન.ચંદ્રબાબુ નાયડુએ અમરાવતી વિશે ઉલ્લેખ કર્યો હતો. રોકાણકારોને જંગી નુકસાન અને ખેડૂતોની સમસ્યાઓ અંગે ચેતવણી આપી હતી. તેમણે શાસક પક્ષને ચેતવણી આપી હતી કે, રાજ્યની છબી ખરાબ થઈ શકે છે અને રોકાણકારો ભાવિ રોકાણ માટેનો વિશ્વાસ ગુમાવી શકે છે.

ABOUT THE AUTHOR

...view details