મધ્યમ વર્ગને ફાયદો: 5થી 7.5 લાખ સુધીની આવક પર 20ની જગ્યાએ માત્ર 10 ટકા ટેક્સ - ટેક્સ
નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે વર્ષ 2020-21 માટેનું સામાન્ય બજેટ સંસદમાં રજૂ કર્યું. બજેટ ભાષણમાં નાણાંપ્રધાને સમાજના તમામ વર્ગો માટે મોટી જાહેરાત કરી છે. જેમાં મીડલ ક્લાસને ફાયદો થયો છે. 5થી 7.5 ટકા સુધીની આવક પર 20ની જગ્યાએ માત્ર 10 ટકા ટેક્સ આપવો પડશે. કરદાતાઓ માટે બજેટ 2020માં શું કરવામાં આવી છે જોગવાઈઓ? જાણો...
નિર્મલાજીની પોટલીમાંથી કરદાતાઓને શું મળ્યું, જુઓ
કરદાતા
- ઈન્કમટેક્સ સ્લેબમાં ફેરફાર
- 5 લાખ સુધીના પગારદારને કોઈ ટેક્સ નહીં
- 5થી 7.5 લાખ માટે 10 ટકા ટેક્સ
- 7.50 લાખથી 10 લાખ સુધીની આવકવાળાને 15 ટકા ટેક્સ
- 10 લાખથી 12.50 લાખની આવકવાળા માટે 20 ટકા ટેક્સ
- 12.5 થી 15 લાખ આવકવાળાને 25 ટકા ટેક્સ
- 15 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ
Last Updated : Feb 1, 2020, 8:25 PM IST