અમરાવતીઃ આંધ્ર પ્રદેશના ગુંટૂર જિલ્લામાં એક વાહન કાબૂ ગુમાવી ખાડીમાં પડ્યું હતું. જેથી 6 લોકોના મોત થયા હતા. જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આંધ્ર પ્રદેશમાં અકસ્માત, 6નાં મોત, 3 ઘાયલ
આંધ્ર પ્રદેશના ગુંટૂર જિલ્લામાં એક વાહન કાબૂ ગુમાવી ખાડીમાં પડ્યું હતું. જેથી 6 લોકોના મોત થયા હતા. જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આંધ્ર પ્રદેશમાં અકસ્માત, 6નાં મોત, 3 ઘાયલ
ઘટના સ્થળે પહોંચેલી પોલીસે સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે.
મળતી માહિતી મુજબ, પુલાડીગુંટા ગામમાં વળાંક પર એક ટાવેરા કાર કાબૂ ગુમાવી ખાડીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં મરનારા લોકો સંબંધી હતી. આ ઉપરાંત વાહનમાં સવાર તમામ લોકો કાકુમાનુ ગામના રહેવાશી છે.