મેઘાલયના રાજ્યપાલ તથાગત રૉયની એક બંગાળ વિરોધી ટ્વીટના કારણે ભારે હોબાળો સર્જાયો છે. તેમણે લખ્યુ હતું કે, બંગાળની મહાનતા હવે વાસી થઈ ગઈ છે. બંગાળી મહિલાઓ હવે ક્યાક ઝાડુ મારે છે અને કા તો મુંબઈમાં બાર ડાન્સર તરીકે કામ કરે છે. રૉયે બંગાળી ભાષામાં કરેલી ટ્વિટમાં કહ્યુ કે, કોઈ મહાન વિપક્ષ નથી. માત્ર રાજકિય કારણોસર જ વાંધો ઉઠાવવામાં આવે છે. અસમ, ઓડિશા અને મહારાષ્ટ્ર પણ હિન્દી ભાષી રાજ્યો નથી. તેમ છતાં આ રાજ્યોમાં હિન્દી ભાષાનો વિરોધ કરતા નથી. તેમણે એમ પણ કહ્યુ છે કે, બંગાળ વિદ્યાસાગર, વિવેકાનંદ , રવિન્દ્રનાથ ટાગોર તેમજ નેતા સુભાષચંદ્રની ભૂમિ છે. તો પછી બંગાળીઓએ હિન્દી શીખવી જોઈએ.
મેઘાલયના રાજ્યપાલ તથાગત રૉયની જીભ લપસી, બંગાળની મહિલાઓને બાર ડાન્સર કહેતા બબાલ - hindi language
ન્યુઝ ડેસ્કઃ મેઘાલયના રાજ્યપાલ તેમના વિવાદાસ્પદ નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. રાજ્યપાલ તથાગત રૉયની ફરી એકવાર જીભ લપસતા નવા વિવાદનો જન્મ થયો છે. રાજ્યપાલે બંગાળની મહિલાઓને બાર ડાન્સર સાથે સરખાવતા વિવાદ સર્જાયો છે.
મહાન લોકો અને હિન્દી શિખવા વચ્ચે શું સંબધ છે એ મારી સમજમાં આવતુ નથી. આ મહાન લોકોનો યુગ હવે વિતી ગયો છે. તેમની સાથે બંગાળની મહાનતા પણ જતી રહી છે. હવે હરિયાણાથી કેરલ સુધી બંગાળી છોકરાઓ ઝાડુ મારે છે અને બંગાળી છોકરીઓ મુંબઈમાં બાર ડાન્સર તરીકે કામ કરી રહી છે. જે વિશે પહેલા વિચાર્યુ નહોતું. રૉયની આ ટ્વીટનું કેટલાક ફોલોવર્સોએ સમર્થન કર્યો તો કેટલાક લોકોએ તેમની ટીકા પણ કરી. કેટલાકે લખ્યુ કે ઘણા બધા રાજ્યોના ઘણા બધા યુવાનો આ પ્રકારનું કામ કરે છે. પરંતુ એ માટે નહીં કે તેમને હિન્દી નથી આવડતુ. પણ હકીકતમાં તેમની તક નહોતી મળી.