ગુજરાત

gujarat

ETV Bharat / bharat

એર ઇન્ડિયા માટે આજે બોલી લગાવશે ટાટા ગ્રુપ - એર ઇન્ડિયા માટે હરાજી

ટાટા ગ્રુપે આજે (સોમવાર) એર ઇન્ડિયા માટે બોલી લગાવવાની જાહેરાત કરી છે. આ પહેલા સમાચાર સામે આવ્યા હતા કે, ટાટા, અદાણી અને હિંદુજા ગ્રુપે એર ઇન્ડિયાને ખરીદવામાં રસ દાખવ્યો છે.

tata-group-will-bid-for-air-india
tata-group-will-bid-for-air-india

By

Published : Dec 14, 2020, 12:07 PM IST

એર ઇન્ડિયા માટે આજે બોલી લગાવશે ટાટા ગ્રુપ

ટાટા, અદાણી અને હિંદુજા ગ્રુપે એર ઇન્ડિયાને ખરીદવામાં રસ દાખવ્યો

બોલી લગાવવાની અંતિમ તારીખ 14 ડિસેમ્બર

નવી દિલ્હીઃ ટાટા ગ્રુપે સોમવારે જાહેરાત કરી કે, તે એર ઇન્ડિયા માટે બોલી લગાવશે. સોમવારે એર ઇન્ડિયા માટે બોલી લગાવવાની સમય સીમા પૂર્ણ થઇ રહી છે. આ પહેલા એવી માહિતી સામે આવી હતી કે, પ્રમુખ કોર્પોરેટ કંપની ટાટા, અદાણી અને હિંદુજાએ તેને ખરીદવામાં રસ દાખવ્યો છે. એર ઇન્ડિયા માટે બોલી લગાવવાની અંતિમ તારીખ 14 ડિસેમ્બર છે અને સરકારે આ સમય સીમામાં વધારો કર્યો નથી.

એવું માનવામાં આવી રહ્યું છે કે, ટાટા ગ્રુપે એર ઇન્ડિયા માટે મુલ્યાંકન પણ શરૂ કર્યું છે, તો આ મહીનાના અંતમાં તે બોલી લગાવશે.

ટાટા, અદાણી અને હિંદુજા ગ્રુપે એર ઇન્ડિયાને ખરીદવામાં રસ દાખવ્યો

જો કે, સરકારે એર ઇન્ડિયા માટે બોલી લગાવવા માટે ઇન્ટીમેશન તારીખ વધારીને 5 જાન્યુઆરી સુધી કરી છે, જે પહેલા 29 ડિસેમ્બર સુધી હતી. આ શોર્ટલિસ્ટ કરવામાં આવેલા બિડર્સના નામોની જાહેરાત કરવાની તારીખ છે. જો કે, બિડ 29 ડિસેમ્બર સુધી થવું જોઇએ.

એવા તેમાં ત્રણ મોટી કોર્પોરેટ કંપનીએ રુચિ દાખવી હોવાની માહિતી સામે આવી છે. મળતી માહિતી મુજબ ટાટા સમૂહ, અદાણી અને હિંદુજા જેવી અનેક કંપનીઓ એર ઇન્ડિયા માટે બોલી લગાવવા ઇચ્છુક છે.

એર ઇન્ડિયાની કૉમર્શિયલ ડિરેક્ટર મીનાક્ષી મલ્લિક કરશે નેતૃત્વ

એર ઇન્ડિયાના 209 કર્મચારીઓનો એક સમૂહ એક ખાનગી ફાઇનાન્સરની સાથે ભાગીદારીમાં રાષ્ટ્રીય વાહક માટે બોલી લગાવવાની તૈયારી કરી રહ્યા છે અને પ્રત્યેક કર્મચારીને બોલી માટે એક લાખ રુપિયાનું યોગદાન કરવા માટે કહેવામાં આવ્યું છે.

બોલી પ્રક્રિયાનું નેતૃત્વ એર ઇન્ડિયાની કૉમર્શિયલ ડિરેક્ટર મીનાક્ષી મલ્લિક કરી રહી છે. જો કે, પાયલટો અને કેબિન ક્રુનું પ્રતિનિધિત્વ કરતા યૂનિયનોએ પોતાના સભ્યોને કર્મચારી બોલીમાં ભાગ ન લેવાની સલાહ આપી છે.

ABOUT THE AUTHOR

...view details