ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તમિલનાડુઃ પુત્રો અને તેના મિત્ર વચ્ચે ક્રિકેટના ઝઘડામાં માતાનું મોત - ક્રિકેટ મેચ

તામિલનાડુના તિરુપુર જિલ્લામાં સોમવારે 35 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું. જેમાં તેના પુત્ર અને તેના મિત્રો વચ્ચેની ક્રિકેટ મેચની લડાઇમાં ઇજા પહોંચતા મહિલાનું મોત થયું હતું.

Etv Bharat, Gujarati News, Tamilnadu News
Tamil Nadu woman dies during fight over cricket match between her sons and friends

By

Published : May 19, 2020, 10:32 AM IST

તિરુપપુર (તમિલનાડુ): તામિલનાડુના તિરુપુર જિલ્લામાં સોમવારે 35 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું. જેમાં તેના પુત્ર અને તેના મિત્રો વચ્ચેની ક્રિકેટ મેચની લડાઇમાં ઇજા પહોંચતા મહિલાનું મોત થયું હતું.

મૃતક કોન્દાલ તેના પતિ પલાનીસામી સાથે, મમથુપલ્યમમાં ચાર છોકરાઓના પરિવારનો સામનો કરવા ગઈ હતી. થમીઝેલવાન (18), સંપથ કુમાર (18), વરદરાજ (19) અને રાજકુમાર (18) - જેમણે ક્રિકેટ મેચનું સ્થળ નક્કી કરતા ઝઘડા દરમિયાન તેના ત્રણ પુત્રોને માર માર્યો હતો.

આ સંઘર્ષને કારણે ભારે દલીલ થઈ હતી જેને પરિણામે બંને પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો, આ તે જ સમયે બની હતી. જ્યારે ચાર છોકરાઓએ ક્રિકેટ બેટ અને પથ્થરોથી કોન્ડાલ પર હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત

કોન્ડાલને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

આ હત્યામાં સામેલ તમામ લોકો સામે કાર્યવાહીની માંગણી સાથે ભારતી નગર વિસ્તારના સ્થાનિકોએ વિરોધ બાદ પોલીસે ચારેય યુવકોની ધરપકડ કરી છે અને આ મામલે તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details