ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તમિલનાડુમાં કોરોનાના 1 હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા, 30ના મૃત્યુ - તમિલનાડુમાં કુલ 42,687 કેસ

તમિલનાડુમાં કોવિડ-19ને કારણે મૃત્યુ પામનાર વ્યક્તિની સંખ્યા 397 પર પહોંચી ગઈ છે. જ્યારે આજે શનિવારે રાજ્યમાં 30 નવા મોત નોંધાયા છે. ત્યારે રાજ્યમાં 1,898 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા 42,687 પર પહોંચી ગઈ છે.

તમિલનાડુમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 42,687 પર પહોંચી
તમિલનાડુમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 42,687 પર પહોંચી

By

Published : Jun 13, 2020, 11:11 PM IST

ચેન્નાઈ: તમિલનાડુમાં કોવિડ-19 ને કારણે મૃત્યુ પામનાર વ્યક્તિની સંખ્યા 397 પર પહોંચી ગઈ છે. જ્યારે રાજ્યમાં 30 નવા મોત નોંધાયા છે. ત્યારે રાજ્યમાં 1,898 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા 42,687 પર પહોંચી ગઈ છે.

આરોગ્ય વિભાગના બુલેટિનમાં જણાવાયું છે કે, સરકારી હોસ્પિટલોમાં 18 લોકો મૃત્યુ પામ્યા છે. તમિલનાડુમાં એક જ દિવસમાં 30 લોકોના મૃત્યુએ તે આજ દિન સુધીની જાહેર કરવામાં આવેલી સૌથી વધારે સંખ્યા છે.

1,989 નવા કેસમાંથી, 13 લોકો વિદેશથી પાછા ફર્યા હતા. તેમજ 1,362 લોકો સ્વસ્થ થતા આજે રજા આપવામાં આવી છે. તમિલનાડુમાં નવા કેસ 42,687 નોંધાયા છે. જ્યારે રાજ્યની રાજધાનીમાં 30,444 કેસ છે. અત્યાર સુધીમાં 23,409 દર્દીઓ સાજા થયા છે અને 18,878 એક્ટિવ કેસ છે.

ABOUT THE AUTHOR

...view details