ચેન્નઈ : તમિલનાડુના તુતીકોરિનમાં પોલીસ કસ્ટડીમાં પિતા અને પુત્રના મોતની ઘટના બાદ પોલીસ સામે કથિત રૂપે ત્રાસ ગુજાર્યાના આરોપ લગાવાવામાં આવી રહ્યો છે. તમિલનાડુ સરકારે તૂતીકોરિન કેસની જવાબદારી (CBI) Central Bureau of Investigationને સોંપી છે. રાજ્ય સરકારે સમગ્ર મામલે વિવાદ વધુ આક્રમણ બનતા કેસની તપાસ CBIને સોંપી છે.
તમિલનાડુ સરકારે CBIને સોંપી તૂતીકોરિન કેસની તપાસ - તમિલનાડુ તુતીકોરિન કેસ
તમિલનાડુના તૂતીકોરિન કેસમાં પોલીસના ત્રાસથી એક પિતા અને તેમના પુત્રનું મોત થયું હતુ. આ વિવાદને લઈ રાજ્ય સરકારે સમગ્ર કેસની તપાસ (CBI) Central Bureau of Investigationને સોંપી છે. જાણો શું છે સમગ્ર મામલો..
આપને જણાવી દઈએ કે, 19 જૂનના લૉકડાઉન દરમિયાન મોબાઈલ એસેસરીઝની દુકાન ખુલ્લી રાખવાના કારણે સ્થાનકુલમ પોલીસ પિતા-પુત્રને પુછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. ત્યારે પોલીસે તેમની સાથે ક્રૂરતા દર્શાવી હતી. જેમાં બંન્નેનું મોત થયું હતુ.
22 જૂનના રોજ પિતા-પુત્રને કોવિલપટ્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં પુત્રનું મોત થયું હતુ. ત્યારબાદ 23 જૂનના સવારે પિતાએ પણ દમ તોડ્યો હતો.આ સમગ્ર ઘટનામાં 2 સબ ઈન્સેપકટરને બરતરફ કરવામાં આવ્યા છે. તેમજ જેલના 2 મુખ્ય ગાર્ડ પર પણ ડિપાર્ટમેન્ટલ એક્શન લેવામાં આવ્યું છે. પિતા-પુત્રના મોતથી સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન શરુ થયુ છે.