ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તુતીકોરીનમાં પિતા-પુત્ર મોત કેસ, તમિલનાડુ સરકાર CBI તપાસ કરાવશે - તમિળનાડુ સરકાર

તમિલનાડુ સરકારે તુતીકોરીનમાં પોલીસના ત્રાસથી પિતા-પુત્રના મોત કેસની તપાસ CBIને સોંપવાનો નિર્ણય કર્યો છે.

તુતીકોરીનમાં પિતા-પુત્ર મોત કેસ
તુતીકોરીનમાં પિતા-પુત્ર મોત કેસ

By

Published : Jun 28, 2020, 7:32 PM IST

ચેન્નાઈ: તમિલનાડુ સરકારે તુતીકોરીન જિલ્લામાં પિતા-પુત્રના મોતની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ને આપવાનો નિર્ણય લીધો છે. પોલીસની પજવણીને કારણે બંનેનું મોત નીપજ્યું હતું.આ અંગે રવિવારે મુખ્ય પ્રધાન કે.કે. પલાનીસ્વામીએ જણાવ્યું હતું.

તેમણે અહીં જણાવ્યું હતું કે, સરકારના નિર્ણયથી મદ્રાસ હાઇકોર્ટને જાણ કરવામાં આવશે અને કેન્દ્રીય એજન્સીને તપાસ સોપતા પહેલા હાઈકોર્ટની મંજૂરી લેવામાં આવશે. પલાનીસ્વામીએ કહ્યું કે, "સરકારે નિર્ણય કર્યો છે કે, CBIઆ કેસની તપાસ કરશે."

પી જયરાજ અને તેના પુત્ર ફેનિક્સને 23 જૂને મોબાઇલ ફોનની દુકાન ખોલીને લોકડાઉન નિયમોના 'ભંગ' કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેના સંબંધીઓનો આરોપ છે કે પોલીસકર્મીઓએ તેને સતાનકુલમ પોલીસ સ્ટેશનમાં ખૂબ માર માર્યો હતો.

રાષ્ટ્રીય કક્ષાએ આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ બે સબ ઈન્સ્પેક્ટર સહિત ચાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મદુરાઇ બેંચે આ કેસની નોંધ લીધી હતી અને પોલીસ વિભાગને સંપૂર્ણ સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરવા જણાવ્યું હતું.

ન્યાયાધીશોએ કોવિલપટ્ટીના ન્યાયિક મેજિસ્ટ્રેટને જેલની મુલાકાત લેવાનો આદેશ આપ્યો હતો અને ફોટોગ્રાફ્સ, તબીબી રેકોર્ડ્સ અને કેસ સાથે સંબંધિત તમામ રેકોર્ડ એકત્રિત કરવા નિર્દેશ આપ્યા હતા. આ મામલો સુનાવણી માટે 30 જૂન સુધી મોકૂફ રાખવામાં આવ્યો હતો.

આ દરમિયાન તમિલનાડુના ઘણા ભાગોમાં પિતા અને પુત્રના મોતથી વિરોધ પ્રદર્શિત થયો છે અને ન્યાયની માંગ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિરોધ નોંધવામાં આવી રહ્યા છે. તમિલ સુપરસ્ટાર રજનીકાંતે તુતીકોરીનમાં પોલીસ કસ્ટડીમાં માર માર્યા બાદ હોસ્પિટલમાં મૃત્યુ પામનાર પિતા-પુત્રના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. રવિવારે એક ટ્વીટમાં કહ્યું કે, સુપરસ્ટારે પી જયરાજની પત્ની સાથે ફોન પર વાત કરી અને દુ:ખ વ્યક્ત કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details