તમિલનાડુ: તમિલનાડુ સરકાર દ્વારા કોરોના વાઈરસના સંક્રમણને કાબૂમાં લેવા માટે લૉકડાઉનનો સમય 30 જૂન સુધી વધારવામાં આવ્યો છે. જો કે જાહેર પરિવહનમાં આંશિક છૂટછાટ આપવામાં આવી છે.
તમિલનાડુ સરકારે વધાર્યું 30 જૂન સુધી લોકડાઉન, જાહેર પરિવહનમાં અપાશે આંશિક રાહત - કોરોના વાયરસ
તમિલનાડુ સરકાર દ્વારા કોરોના વાઈરસના સંક્રમણને કાબૂમાં લેવા માટે લૉકડાઉનનો સમય 30 જૂન સુધી વધારવામાં આવ્યો છે. જો કે જાહેર પરિવહનમાં આંશિક છૂટછાટ આપવામાં આવી છે.
તમિલનાડુ સરકારે કાંચીપુરમ, ચેંગલપટ્ટૂ અને થિરુવલ્લૂર જિલ્લાના 7 ઝોન અને ચેન્નઈના 8 ઝોનમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ રહેશે. સરકારે કહ્યું છે કે, રાજ્યમાં મુસાફરી માટે ઇ-પાસ જરૂરી રહેશે નહીં. તમિલનાડુ સરકાર અનુસાર આઈટી કંપની અને આઈટી કંપનીઓ અથવા સંબંધિત સેવાઓ 20 ટકા સુધી કર્મચારીઓ (મહત્તમ 40 લોકો) સાથે કાર્યરત થઈ શકે છે. તેમજ શો રૂમ સોના-ચાંદીની દુકાન ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. તમિલનાડુના મુખ્યપ્રધાન પલાનીસ્વામીએ કહ્યું કે, ધાર્મિક સ્થળો આંતરરાજ્યોની બસ સેવા મેટ્રો પર પ્રતિબંધ ચાલુ રહેશે.
તમને જણાવી દઈએ કે, દેશમાં મહારાષ્ટ્ર બાદ કોરોના વાઇરસના સૌથી વધુ પ્રભાવિત રાજ્ય તમિલનાડું છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના આંકડા અનુસાર તમિલનાડુમાં 21184 કેસ સામે આવ્યા છે. જેમાં 9024 એક્ટિવ કેસ છે અને 160 મૃત્યુ થયા છે. 12000 લોકો કોરોનાથી સંપુર્ણ સ્વસ્થ થઈ ચૂક્યા છે. દેશમાં સૌથી વધુ કોરોના સંક્રમણ રાજ્યોમાં 30 જૂન સુધી લૉકડાઉનનું સંર્પૂણ પાલન કરવાનું રહેશે.