ચેન્નઇ : તમિલનાડુના કૃષિપ્રધાન આર ડોરિક્કનું જે કોરોના વાઈરસથી સંક્રમિત હતા. તેમનું ગઇકાલે નિધન થયું હતું. તે 72 વર્ષના હતા. તેઓ 13 ઓક્ટોમ્બરે કોરોના સંક્રમિત આવ્યા હતા. તે તંજાવુર જિલ્લાના પાપનાસમથી 3 વખત ધારાસભ્ય રહી ચૂક્યા હતા. કાવેરી હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. અરવિંદન સેલવરાજે જણાવ્યું કે, 72 વર્ષીય AIADMK નેતાએ ગઈકાલે રાત્રે અંતિમ શ્વાસ લીધા. તેમણે જણાવ્યું હતું અમે શનિવારે સવારે 11.15 વાગ્યે કૃષિ પ્રધાન આર. ડોરિક્કના નિધનની ઘોષણા કરી હતી.
તમિલનાડુના કૃષિ પ્રધાનનું કોરોના વાઈરસથી નિધન - Governor of Tamil Nadu Banwarilal
તમિલનાડુના કૃષિપ્રધાન આર ડોકિક્કનું શનિવારે રાત્રે નિધન થયું છે. તેમનો 13 ઓક્ટોમ્બરના રોજ કોરોના સંક્રમિત આવ્યા હતા. 72 વર્ષીય AIADMK નેતાએ ગઈકાલે રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા.
![તમિલનાડુના કૃષિ પ્રધાનનું કોરોના વાઈરસથી નિધન Tamil Nadu Agriculture Minister R Doraikkannu passed away due to Covid-19](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9386782-885-9386782-1604200452708.jpg)
તમિલનાડુના કૃષિ પ્રધાનનું કોરોના વાઇરસથી 72 વર્ષની વયે નિધન
તમિલનાડુના રાજ્યપાલે કૃષિપ્રધાનને આપી શ્રદ્ધાંજલિ
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ મુશ્કેલ સમયગાળા દરમિયાન અમારા વિચારો અને પ્રાર્થના શોકગ્રસ્ત પરિવાર સાથે છે. તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે કૃષિપ્રધાને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આર. ડોરીકકનુ “તેમની સાદગી, વિનમ્રતા, સાધારણતા, શાસન કૌશલ અને ખેડૂત સમુદાયના કલ્યાણ માટે પ્રતિબદ્ધતા માટે જાણીતા હતા. તેમણે કૃષિ મંત્રાલયને સંપૂર્ણ સમર્પણ સાથે સંભાળ્યો હતો. તેમનું અકાળે અવસાન તમિલ લોકો માટે એક અપૂરણીય ક્ષતિ છે.”
Last Updated : Nov 1, 2020, 10:26 AM IST