ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દુશ્મનો ચેતી જજો, આજે વાયુસેનાના સ્થાપના દિન પર પ્રથમ "રાફેલ" મળશે - Indian Air Force

નવી દિલ્હી: ભારતીય વાયુસેનામાં રાફેલ વિમાનની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. રક્ષાપ્રધાન રાજનાથસિંહ પ્રથમ રાફેલ વિમાન લેવા માટે ફ્રાન્સ પહોંચી ગયા છે. ભારત ફ્રાન્સ વચ્ચે થયેલા રક્ષા કરાર પ્રમાણે એરફોર્સ ડે પર એટલે કે આજે 8 ઓક્ટોબરે પ્રથમ રાફેલ વિમાન ભારતને આપવામાં આવશે. રક્ષા મામલાના જાણકાર બ્રિગેડિયર અરૂણ સહગલે (નિવૃત્ત) ભારતમાં રાફેલની જરૂરિયાત પર વાતચીત કરી હતી.

rajnath

By

Published : Oct 8, 2019, 9:13 AM IST

Updated : Oct 8, 2019, 10:32 AM IST

બ્રિગેડિયર અરૂણ સહગલે જણાવ્યું કે, રાફેલ વિમાન હસ્તાંતરણ છેલ્લા બે દશકામાં સૌથી મોટું હસ્તાંતરણ છે. રાફેલ ફોર્થ જનરેશનનું પ્લસ શ્રેણીનું એરક્રાફ્ટ છે. ભારતની પાસે રાફેલ વિમાન આવવાથી ચીન અને પાકિસ્તાનના સંદર્ભમાં ભારતીય વાયુસેના ઘણી મજબૂત બનશે.

રાફેલની ખાસ વાત એ છે કે, બ્રિગેડિયર સહગલે કહ્યું કે, વિશ્વમાં અદ્યતન ફ્લાઇટ તકનીક (avionics) છે. આ સાથે 150 કિલોમીટર સુધી ટાર્ગેટને તોડી પાડે તેવી મિસાઈલ છે. શાફ્ટ ડિસ્પેંસરની મદદથી દુશ્મનને કોઈ પણ મિસાઈલથી નષ્ટ કરી શકાય છે. બ્રિગેડિયર, રાફેલ સ્કાડ્રનની તૈનાતીથી વાયુ શક્તિના આક્રમણ ક્ષમતામાં વધારો થશે.

ફ્રાન્સની સાથે રાફેલ કરારમાં સરકારની ભૂમિકા પર બ્રિગેડિયર સહગલે કહ્યું કે, વર્તમાન સરકારનું વલણ કરારને પૂર્ણ કરવામાં છે. અગાઉની સરકારોમાં ડીલની પ્રોસેસ કરવામાં હતી. આ સાથે સરકારે હસ્તાંતરણની પ્રક્રિયામાં સામેલ હોય છે. જે તેઓએ યોગ્ય લાગે તે મુજબ કરાર કરતી હતી.

Last Updated : Oct 8, 2019, 10:32 AM IST

ABOUT THE AUTHOR

...view details